જામનગરઃ જામનગરમાં સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલના નામે જાણે રંગારંગ કાર્યક્રમ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. મોકડ્રીલમાં સાંસદ પુનમ માડમ, મેયર બીનાબેન સહિતના પદાધીકારીઓની હાજરી જોવા મળી હતી. દરમિયાનમાં પુનમ માડમ લોકોને મળ્યા, હોસ્પિટલની મુલાકાત લીધી, હોસ્પિટલ કોરોનાની સંભવિત ચોથી લહેર માટે કેટલી સજ્જ છે તે પણ જાણ્યું પરંતુ આ દરમિયાનમાં તેઓ જબ્બર દ્વીધામાં જોવા મળ્યા હતા. તેમની દ્વીધા એ હતી કે માસ્ક પહેરવું કે, ફોટો પડાવવા? તેઓ ઘણા સ્થાનો પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા તો ઘણી વખત ટોળા વચ્ચે, સ્વાગત સમયે માસ્ક ઉતારી દેતા હતા. ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સની સલાહ આપતા નેતાઓ ટોળા વચ્ચે જોવા મળ્યા.
ADVERTISEMENT
શું હતો કાર્યક્રમ ‘ઉર્ફે’ મોકડ્રીલ?
હાલમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના કારણે દેશ દુનિયામાં સતર્ક રહેવું વધારે જરૂરી બન્યું છે. કોરોના સામે પહોંચી વળવા સરકાર અને તંત્ર સતર્કતા બતાવી રહ્ય છે. ગુજરાત સરકાર દ્વારા વીડિયો કોલ થકી સરકારી હોસ્પિટલ્સને આદેશ આપ્યા છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની સુવિધાઓને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ મોકડ્રીલમાં હાજર રહ્યા હતા. કોરોનાને પહોંચી વળવા જી જી હોસ્પિટલ સજ્જ છે કે કેમ તે પણ જાણકારી સાંસદ પૂનમ માડમે મેળવી હતી. તેમણે આ ઉપરાંત એવું પણ કહ્યું હતું કે, આપણી વેકશીન કોરોના સામે લડવા મજબૂત
આ પણ વાંચો…
માનવતા હજુ જીવે છે, સુરતમાં રસ્તામાં મળેલું 1.50 લાખનું હીરા જડિત મંગળસૂત્ર યુવકે માલિકને પરત કર્યું
તુનિશા શર્માના આજે અંતિમ સંસ્કાર થશે, સુસાઈડ કેસમાં રોજ નવા વળાંકો આવ્યા..
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવની નિમણૂક, સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌર નિમાયા
નેતાની ટોળા વચ્ચે રહેવાની આદત સુધારવાની જરૂર
ચીન, અમેરિકા સહિતના દેશોમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ નવા સબ વેરિયન્ટ BF.7ની એન્ટ્રી થઈ ચૂકી છે. જેને લઈને જામનગર સહિત રાષ્ટ્રભરમાં આજે તમામ સરકારી કોવિડ હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થાઓ તેમજ મોકડ્રિલ કરવા આદેશો આપવામાં આવતા, જામનગરની જી જી હોસ્પિટલ ખાતે કોવિડ બિલ્ડિંગમાં કોવિડ સંબંધિત મોકડ્રિલ યોજવામાં આવી હતી. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ 100 બેડનો અલાયદા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓનો જથ્થો પણ ઉપલબદ્ધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હાલ જામનગર શહેર કે જિલ્લામાં હજુ સુધી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, પરંતુ જો આવે તો તબીબો, નર્સિંગ સહિતનો સ્ટાફને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે જેથી દર્દીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી રહે અને હાલાકી ન પડે. ત્યારે આજે યોજાયેલી મોકડ્રિલમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. જ્યારે મેડિકલ કોલેજના ડિન, હોસ્પિટલ અધિક્ષક સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જોકે અહીં નોંધનીય બાબત એ હતી કે જ્યાં હમણા ભલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું નથી પરંતુ સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સને અનુસરવી તે હિતાવહ હોવાની વાત જરૂર કરવામાં આવી છે. ત્યારે નેતાગણ જ આ પ્રકારના વર્તન અગાઉ પણ કરતા આવ્યા છે અને હવે પણ કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈન્સની અવગણના ગુજરાતને લોહીના આંસુ રડાવી ચુકી છે તે પણ એવું સત્ય છે જે નકારી શકાય તેમ નથી. તો પછી જો અગમ ચેતીના પગલા લેવા જ છે તો સાથે નેતા ગણે પણ ઘણું સુધરવાની જરૂર દેખાઈ રહી છે.
(વીથ ઈનુપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT