Manipur Violence on New Year Day: નવા વર્ષના પહેલા દિવસે સોમવારે મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. મણિપુરમાં ફરી હિંસા ભડકતા રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી બિરેન સિંહે પણ મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ADVERTISEMENT
લોકોએ હુમલાખોરોના વાહનોમાં ચાંપી દીધી આગ
મળતી માહિતી મુજબ, આ ઘટના થૌબલ જિલ્લામાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેટલાક અજાણ્યા લોકો ઓટોમેટિક હથિયારોની સાથે વસૂલી કરવા આવ્યા હતા. હુમલા બાદ રોષે ભરાયેલા લોકોએ હુમલાખોરોના વાહનોને આગ ચાંપી દીધી હતી. એક વીડિયો સંદેશમાં મુખ્યમંત્રીએ શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ગુનેગારોને શોધવામાં સરકારની મદદ કરોઃ CM બિરેન સિંહ
તેમણે કહ્યું કે, હું નિર્દોષ લોકોની હત્યાથી અત્યંત દુઃખી છું. હું તમને હાથ જોડીને અપીલ કરું છું કે ગુનેગારોને શોધવામાં સરકારની મદદ કરો. હું વચન આપું છું કે સરકાર ન્યાય સુનિશ્ચિત કરવા માટે જે પણ શક્ય હશે તે કરશે. આ અંગે તેમણે મંત્રીઓ અને તેમના ધારાસભ્યોની તાકીદની બેઠક બોલાવી છે.
આ જિલ્લાઓમાં લાદવામાં આવ્યો કર્ફ્યુ
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બાદ થૌબલ, ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આના બે દિવસ પહેલા રાજ્યના સરહદી શહેર મોરેહમાં શંકાસ્પદ બળવાખોરો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
ADVERTISEMENT