Manipur Violence Update: મણિપુરમાં હિંસા સતત ચાલું છે. હિંસા માટે ટીકાનો સામનો કરી રહેલા સીએમ બિરેન સિંહે ટ્વીટ કરીને રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એન.બિરેન સિંહે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ ત્રણ મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અને નબળી કાયદો અને વ્યવસ્થા માટે સતત ટીકાનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી એન બિરેન સિંહે હવે રાજીનામું નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
બિરેન સિંહે ટ્વિટ કર્યું છે કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું આ નિર્ણાયક સમયે સીએમ પદ પરથી રાજીનામું નહીં આપીશ. સીએમ બિરેન સિંહે આ ટ્વીટ એવા સમયે કર્યું છે. જ્યારે તેમના રાજીનામાની ફાટેલી કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સીએમ બિરેન સિંહ રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપવા માંગતા હતા. તેઓ રાજ્યપાલના નિવાસસ્થાને પણ રવાના થયા હતા, પરંતુ લોકો દ્વાર સતત કરવામાં આવી રહેલા દબાણ બાદ પોતાનો નિર્ણય બદલ્યો હતો. બિરેન સિંહે જણાવ્યું કે, આ નિર્ણાયક સમયે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું રાજીનામું આપીશ નહીં.
ઈમ્ફાલમાં સીએમ બિરેન સિંહના મોટી સંખ્યામાં સમર્થકો તેમના નિવાસસ્થાન સામે એકઠા થયા હતા. બધાએ બિરેન સિંહને રાજીનામું ન આપવાની અપીલ કરી. આ પછી, CM નિવાસસ્થાને પરત ફર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે CM બિરેન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી સાથેની બેઠક બાદ બિરેન સિંહે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હિંસા પર નિયંત્રણ કરશે અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થશે.
સીએમ બિરેન સાથે મુલાકાત કર્યાના બે દિવસ બાદ મંગળવારે અમિત શાહ રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પણ મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે 10 જૂને રાજ્યમાં વિવિધ વંશીય જૂથો વચ્ચે શાંતિ સ્થાપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર હેઠળ એક શાંતિ સમિતિની રચના કરવામાં આવી હતી. રાજ્યપાલની અધ્યક્ષતા તે જ સમયે, સરકારે વિરોધાભાસી પક્ષો અને જૂથો વચ્ચે વાતચીત શરૂ કરવા માટે પણ પગલાં લીધાં.
ADVERTISEMENT