Bharat Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતાથી ઉત્સાહિત કોંગ્રેસ હવે બીજી યાત્રા કાઢવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ વખતે યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની હશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે.
ADVERTISEMENT
14 જાન્યુઆરીથી શરૂ થશે ભારત ન્યાય યાત્રા
ભારત ન્યાય યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરીથી થશે. જે 20 માર્ચ સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ યાત્રાને લીલી ઝંડી બતાવશે. રિપોર્ટ અનુસાર, આ યાત્રાનું નેતૃત્વ પણ રાહુલ ગાંધી કરશે. પાર્ટી હાઈકમાન્ડ સિવાય કોંગ્રેસના આ કાર્યક્રમમાં તમામ કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેશે.
આ રાજ્યોમાંથી પસાર થશે યાત્રા
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મણિપુરથી શરૂઆત કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જશે. છેલ્લે ભારત ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે. આ યાત્રાનું 20 માર્ચે સમાપન થશે.
શું હતી ભારત જોડો યાત્રા?
કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ 5 મહિના સુધી ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ચાલ્યા હતા. આ યાત્રામાં કોંગ્રેસે લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય શું હતો?
કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનો છે.
ADVERTISEMENT