મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તાજેતરમાં મહિલાઓ પર અત્યાચારનો વીડિયો વાયરલ થયા બાદ દેશમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં, હવે મણિપુરના ભાજપના ધારાસભ્ય પાઓલિનલાલ હાઓકિપે આ ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની ટીકા કરી છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, 79 દિવસો વિશે ભૂલી જાઓ, આટલી મોટી હિંસા માટે (પ્રતિક્રિયા આપવા) એક અઠવાડિયું પણ લાંબો સમય છે. પાઓલિનલાલ હોકીપ પોતે કુકી-ઝોમી સમુદાયમાંથી આવે છે. તેમનું માનવું છે કે, પીએમ મોદીની પ્રાથમિકતાઓ સંપૂર્ણપણે ખોટી છે. આ સિવાય તેમનો એવો પણ દાવો છે કે વડાપ્રધાનના અમેરિકા પ્રવાસ પહેલા તેમણે પીએમ સુધી પહોંચવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા.
હાઓકિપે શું કહ્યું?
ન્યૂઝલોન્ડ્રીને આપેલી મુલાકાતમાં, પાઓલિનલાલ હાઓકિપે કહ્યું, “આંતરરાષ્ટ્રીય સંબંધોની અવગણના કરી શકાતી નથી, પરંતુ જ્યાં લોકોની હત્યા થઈ રહી છે તે બાબતને ઉકેલવા પર ધ્યાન આપવું જોઈએ. આ જ માનવતા છે, જેનો અભાવ છે.
તેમણે વધુમાં કહ્યું, “મેં જનતાના પ્રતિનિધિ તરીકે વડા પ્રધાન સાથે મુલાકાતની માંગ કરી હતી પરંતુ મને કોઈ જવાબ મળ્યો ન હતો. હું હજુ પણ પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કરવવાની તકની રાહ જોઈ રહ્યો છું.” હાઓકીપ એ 10 કુકી ધારાસભ્યોમાંના એક છે, જેમણે એક પત્રમાં એન. બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આદિવાસી સમુહનું ‘રક્ષણ કરવામાં ગંભીર નિષ્ફળતા’નો આરોપ લગાવીને ‘અલગ વહીવટ’ની માંગ કરી હતી.
હાઓકિપે મણિપુર સરકાર પર આરોપ લગાવ્યો
તેમણે આરોપ લગાવ્યો કે, 3 મે, 2023 ના રોજ, ચિન-કુકી-મિજો-જોમી પહાડી આદિવાસીઓ વિરુદ્ધ મણિપુરની હાલની સરકાર મૌન રૂપથી સમર્થન કરી રહી છે. બહુસંખ્યક મૈતેઈ લોકો દ્વારા શરૂ કરવામાં આવેલી હિંસા પહેલાથી જ રાજ્યને વિભાજિત કરી ચૂકી છે.
ધારાસભ્યોએ રાજ્યમાં મહિલાઓ સામેના અપરાધની ચાર ઘટનાઓની યાદી આપી હતી અને હાઓકીપે દલીલ કરી હતી કે શું મુખ્યમંત્રી, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને રાજ્યમાં થતા અત્યાચારો તરફ ધ્યાન દોરવા તે ઘટનાઓના ઓડિયો-વિઝ્યુઅલની જરૂર પડશે? “શું રાજ્ય સરકારે આવી અમાનવીય ક્રૂરતા પર કાર્યવાહી ન કરવી જોઈએ?” તેમણે પૂછ્યું.
ADVERTISEMENT