ઓક્શનમાં મંધાના સૌથી મોંઘી ખેલાડી, જાણો કઇ ટીમે કઇ ખેલાડીને ખરીદી

અમદાવાદ : પહેલી વિમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. મુંબઇના જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં ચાલી રહેલા ઓક્શનમાં ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ…

gujarattak
follow google news

અમદાવાદ : પહેલી વિમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. મુંબઇના જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં ચાલી રહેલા ઓક્શનમાં ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બન્યા છે. તેને બેંગ્લુરૂએ 3.4 કરોડ રૂપિયામાં ખરીદી છે. મંધાના ઉપરાંત અશ્લે ગાર્ડનર અને નેટલી સીવર બ્રંટ પણ 3 કરોડ રૂપિયાથી વધારેની રકમમાં વેચાઇ હતી.

ભારતીય ટીમના 10 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા
આશરે 5 કલાક ચાલેલા આ ઓક્શનમાં ગત્ત મહિને અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના 10 ખેલાડીઓ અનસોલ્ડ રહી હતી. આ ટીમના 4 જ ખેલાડીઓને જ ખરીદદાર મળ્યા હતા. આશરે 5 કલાક ચાલેલા આ ઓક્શનમાં ગત્ત મહિને અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના 10 ખેલાડી અનસોલ્ડ રહ્યા હતા. આ ટીમના 4 ખેલાડીઓને જ ખરીદદાર મળ્યા હતા. મહારાષ્ટ્રના દેવિકા વૈદ્ય ઓપન ઓક્શનમાં 20 માં કરોડપતિ બન્યા. ચાર ભારતીય ખેલાડીઓને 2 કરોડથી વધારે રકમ મળી

ફ્રેન્ચાઇઝી દ્વારા આ ગુણોને ધ્યાને રાખીની ખરીદી કરી
ફ્રેંન્ચાઇજીએ લીડરશીપ મટિરિયલ, ઓલરાઉન્ડર અને ફાસ્ટ બોલર પર ફ્રેંચાઇઝી દ્વારા વધારે જોર આપવામાં આવ્યો છે. શરૂઆતી 3 સેટની નીલામીમાં મોટાભાગના ખેલાડીઓનું એક કરોડ રૂપિયાથી વધારેની રકમ ખરીદી હતી.

વર્લ્ડ ચેમ્પિયન ટીમના 4 ખેલાડીઓને જ ખરીદદાર મળ્યા
વર્લ્ડચેમ્પિયન ટીમના 4 ખેલાડીઓને જ ખરીદદાર મળ્યા: અંડર – 19 વિમેન્સ વર્લ્ડકપ જિતનારા ભારતીય ટીમમાંથી શ્વેતાને 40 લાખ રૂપિયામાં યુપીએ ખરીદી હતી ફાસ્ટ બોલર તિતાસ સાધુને 25 લાખ રૂપિયામાં દિલ્હીએ ખરીદ્યા. યુપીના પાર્શ્વી ચોપડા અને બેટર એસ યશશ્રીને 10-10 લાખ રૂપિયામાં ખરીદી હતી.

ચાર દેશના કેપ્ટન પણ અનસોલ્ડ રહ્યા
4 દેશોના કેપ્ટનને ખરીદદાર જ નહોતા મળ્યા: હરાજીમાં ચાર દેશોના કેપ્ટન પણ અનસોલ્ડ રહ્યા હતા. જેમાં સાઉથ આફ્રીકાની સુને લુસ, ઇંગ્લેન્ડના હીથર નાઇટ, શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ અને વેસ્ટઇન્ડીઝના હેલી મેથ્યૂઝનો પણ સમાવેશ થાય છે.

કઈ ટીમે કોને ખરીદ્યા?
દિલ્હી કેપિટલ્સ –
જેમિમાહ રોડ્રિગ્સ (ભારત), શેફાલી વર્મા (ભારત), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), રાધા યાદવ (ભારત), શિખા પાંડે (ભારત), મરિજન કપ્પ (દક્ષિણ આફ્રિકા), તિતાસ સાધુ (ભારત), એલિસ કેપ્સી (ઈંગ્લેન્ડ) ) ), ગ્રેસ હેરિસ (ઓસ્ટ્રેલિયા), જસિયા અખ્તર (ભારત), મિન્નુ મણિ (ભારત).
મુંબઈ ઈન્ડિયન્સ – હરમનપ્રીત કૌર (ભારત), નતાલી સાયવર (ઈંગ્લેન્ડ), એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ), યાસ્તિકા ભાટિયા (ભારત), પૂજા વસ્ત્રાકર (ભારત), હીથર ગ્રામ (ઓસ્ટ્રેલિયા), ઈસાબેલ વોંગ (ઈંગ્લેન્ડ), અમનજોત કૌર (ભારત) ), ધારા ગુર્જર (ભારત), સાયકા ઇશાક (ભારત).
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સ્મૃતિ મંધાના (ભારત), રેણુકા સિંઘ (ભારત), સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), રિચા ઘોષ (ભારત), એરિન બર્ન્સ (ઓસ્ટ્રેલિયા), દિશા કાસાટ (ભારત), ઇન્દ્રાણી રોય (ભારત) ભારત) ), શ્રેયંકા પાટીલ (ભારત), કનિકા આહુજા (ભારત), આશા શોભના (ભારત).
યુપી વોરિયર્સ – દીપ્તિ શર્મા (ભારત), તાહિલિયા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા), શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા), સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ), એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), અંજલિ સરવાણી (ભારત), રાજેશ્વરી ગાયકવાડ (ભારત), પાર્શ્વી ચોપરા (ભારત) ) ), એસ યશશ્રી (ભારત), શ્વેતા સેહરાવત (ભારત), પાર્શ્વી ચોપરા (ભારત), કિરણ નવગીરે (ભારત), ગ્રેસ હેરિસ (ઓસ્ટ્રેલિયા), દેવિકા વૈદ્ય (ભારત), લોરેન બેલ (ઇંગ્લેન્ડ), લક્ષ્મી યાદવ (ભારત) .
ગુજરાત જાયન્ટ્સ – એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફિયા ડંકલી (ઈંગ્લેન્ડ), અન્નાબેલ સધરલેન્ડ (ઓસ્ટ્રેલિયા), હરલીન દેઓલ (ભારત), દેઓન્દ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ), સ્નેહ રાણા (ભારત), સબીનેની મેઘના (ભારત). ), જ્યોર્જિયા વેરહેમ (ઓસ્ટ્રેલિયા), માનસી જોશી (ભારત), દયાલન હેમલતા (ભારત), મોનિકા પટેલ (ભારત), તનુજા કંવર

    follow whatsapp