કટની: મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવી જાય તેનો કોઈ ભરોસો નથી. મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મંદિરમાં દર્શન કરવા આવેલા યુવકનું સાંઈ બાબા સામે જ પ્રાણ ત્યાગી દીધા. સાંઈ બાબા સામે શિશ જુકાવતા જ હાર્ટ એટેક આવ્યો અને મંદિરમાં જ તેનું મોત થઈ ગયું. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
સાંબા બાબાના ચરણીમાં માથુ ટેકવતા જ પ્રાણ નીકળ્યા
યુવક લાંબા સમય સુધી સાંઈ બાબા સામે માથુ ટેકવી રાખવાની મુદ્દામાં રહેતા મંદિરના પૂજારીએ તેની પાસે પહોંચીને તેને સાદ પાડીને હલાવ્યો હતો. ત્યારે તેના શરીરમાં કોઈ હલનચલન ન થઈ. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુજારી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં યુવકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. મૃતક યુવકનું નામ રાકેશ મેહાની હોવાનું કહેવાય છે અને તેની ઉંમર 42 વર્ષની હતી. રાકેશ ગુરુવારે મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો.
હાર્ટ એટેકના કારણે મોત થયાનું અનુમાન
ચોંકાવનારી ઘટનામાં યુવકના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાઈ રહ્યું છે. યુવક મંદિરમાં સાંઈ બાબાના દર્શન માટે આવ્યો હતો. તે મંદિરમાં સાંઈ બાબાની પરિક્રમા કરીને માથુ ટેકવવા નીચે નમ્યો અને પછી ઉઠ્યો જ નહીં. લાંબા સમય સુધી તે આ જ સ્થિતિમાં બેઠો રહ્યો અને ત્યાં જ તેણે પ્રાણ ત્યાગી દીધા. પરિજનોએ રાકેશનું પોસ્ટ મોર્ટમ નહોતું કરાવ્યું જેના કારણે મોતનું કારણ જાણ શકાય નથી. પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે મોતનું સંભવિત કારણ હાર્ટ એટેક હોઈ શકે છે.
મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો યુવક
મૃતક રાકેશની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તે પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે મેડિકલની દુકાનમાં નોકરી કરતો હતો.રાકેશ પરિણીત હતો અને તેને એક નાની દીકરી પણ હતી. તે સાંઈ બાબાનો ભક્તો હતો અને દર ગુરુવારે સાંઈ મંદિરમાં દર્શન કરવા માટે જતો હતો. ગુરુવારે પણ તે દુકાનમા બધા કામ પતાવીને દર્શન કરવા માટે સાંઈ મંદિર આવ્યો હતો અને જ્યાં તેનું મોત થઈ ગયું.
ADVERTISEMENT