ઉત્તર પ્રદેશ: કાનપુરમાં હિંસાની ઘટના બાદથી બોટલમાં પેટ્રોલ આપવા પર પ્રતિબંધ છે. આ નિર્ણયના કારણે એવા લોકોને મુશ્કેલી આવી રહી છે, જેમના વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જવાના કારણે અધવચ્ચે વાહન બંધ થઈ જાય છે. ત્યારે કાનપુરના એક વ્યક્તિએ આ સમસ્યાનો વિચિત્ર જુગાડ શોધી કાઢ્યો હતો.
ADVERTISEMENT
બુલેટમાં પેટ્રોલ ખતમ થઈ જતા અધવચ્ચે બંધ થઈ ગયું
મંગળવારે એક વ્યક્તિ એક્ટિવા પર પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. તેના એક્ટિવા પર બુલેટની ટાંકી હતી. તેણે પેટ્રોલ પંપના કર્મચારીને કહ્યું કે, આ ટાંકીમાં જ પેટ્રોલ ભરી આપો. વ્યક્તિએ કહ્યું કે, મારી ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. આ કારણે મેં ટાંકી ખોલાવી અને હવે તેમાં પેટ્રોલ નખાવવા આવ્યો છે આ બાદ ફરીથી ટાંકી ફીટ કરી અને બુલેટ ચલાવીશ.
બોટલમાં પેટ્રોલ નહોતા આપતા એટલે ટાંકી લઈને આવ્યો
આ વ્યક્તિનો જુગાડ જોવા માટે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ટાંકી ખોલીને પહોંચેલા શખ્સે કહ્યું કે, આપણે સમસ્યા છે કે પેટ્રોલ પંપવાળા હવે બોટલમાં પેટ્રોલ નથી આપતા. પેટ્રોલ પંપના કર્મચારીએ કહ્યું કે, અમને બોટલમાં પેટ્રોલ ન આપવા માટે કડક આદેશ અપાયો છે. જેનું અમે પાલન કરી રહ્યા છીએ. હવે આ ટાંકી લઈને આવ્યા છે તો અમે તેમાં પેટ્રોલ આપી રહ્યા છીએ.
ADVERTISEMENT