ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં છાતીમાં છરો વાગ્યાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકને તેની લિવ-ઈન પાર્ટનર હોસ્પિટલ લઈ ગઈ હતી. યુવકના મોતને શંકાસ્પદ ગણીને પોલીસે હત્યાનો ગુનો નોંધી લિવ-ઈન પાર્ટનરની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
હકીકતમાં, ગુરુવારે રાત્રે, DLF ફેઝ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 35 વર્ષીય સંદીપને સારવાર માટે નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેનું અવસાન થયું. માહિતી મળતાં DLF ફેઝ-3 પોલીસ સ્ટેશન હોસ્પિટલ પહોંચી. સંદીપની લિવ-ઈન પાર્ટનર પૂજા શર્મા (25)એ પોલીસને જણાવ્યું કે, તરબૂચ કાપતી વખતે સંદીપની છાતીમાં છરી વાગી હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. હું તેને સારવાર માટે હોસ્પિટલ લઈ આવી. પરંતુ તે મૃત્યુ પામ્યો.
સંદીપ અને પૂજા 4 વર્ષથી લિવ-ઇનમાં છે
યુવતીએ પોલીસને વધુમાં જણાવ્યું કે, તે દિલ્હીના ઝડોદા કલાની રહેવાસી છે અને SSBમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. છેલ્લા ચાર વર્ષથી તે અને સંદીપ ડીએલએફ ફેઝ-3ના એસ બ્લોક 55/56માં લિવ-ઈનમાં રહેતા હતા. તેણે પોલીસને વધુમાં જણાવ્યું ,કે સંદીપ વાહનોની ખરીદી અને વેચાણ કરતો હતો. બીજી તરફ ઘટના અંગે સંદીપના પરિવારજનોનું કહેવું છે કે, અમને ગુરુવારે રાત્રે 2.30 વાગ્યે સંદીપના મૃત્યુની માહિતી મળી હતી. અમે રાત્રે જ અહીં પહોંચ્યા.
સંદીપના લિવ-ઈન પાર્ટનરની અટકાયત કરવામાં આવી – ACP
ઘટના અંગે ACP DLF વિકાસ કૌશિકનું કહેવું છે કે, અમે સંદીપની લિવ-ઈન પાર્ટનર પૂજા શર્માની અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ACPનું કહેવું છે કે, તરબૂચ કાપતી વખતે ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. છાતી પર ઊંડો ઘા છે. અમને પૂજાની વાત પર શંકા છે. તેની પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT