તમે બોલિવૂડ ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં જાદૂ કી જપ્પીવાળો ડાયલોગ તો સાંભળ્યો જ હશે. એવું કહેવાય છે કે કોઈને પ્રેમથી ગળે લગાવીએ તો દિલને રાહત મળે છે. જોકે એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ મહિલાના એટલા જોરથી હગ કર્યું કે તેની છાતીની પાસળીઓ તૂટી ગઈ. આ મામલો ચીનનો છે અને ચીનની મહિલાએ પોતાના સહકર્મી પર હવે કેસ દાખલ કરી દીધો છે. કથિત રીતે મહિલાને તે સહકર્મીએ જોરથી હગ કર્યું, જેથી તેની છાતીની પાંસળીઓ તૂટી ગઈ. સહકર્મીને આ મહિલા કોર્ટ સુધી લઈ ગઈ અને સારવાર માટે પૈસા માટે વળતરની માગણી કરી.
ADVERTISEMENT
મહિલા સાથે કામ કરતા યુવકે હગ કર્યું હતું
રિપોર્ટ્સ મુજબ ઘટના મે 2021ની છે. ચીનના હુનાન પ્રાંતના યુગાંગ શહેરની મહિલા પોતાના કામના સ્થળે સહકર્મચારી સાથે વાતચીત કરી રહી હતી. મહિલા કથિત રીતે હગ કર્યા બાદ પીડા અનુભવી રહી હતી. આ પછી તેણે ડોક્ટર પાસે તપાસ કરાવવા જવાની જગ્યાએ ગરમ તેલ લગાવ્યું અને પછી ઊંઘી ગઈ. છાતીમાં દુઃખાવો વધતા પાંચ દિવસ પછી મહિલા હોસ્પિટલમાં તપાસ કરાવવા ગઈ હતી.
એક્સ-રે કરાવતા ત્રણ પાંસળીમાં ફ્રેક્ચર નીકળ્યા
એક્સ-રે મુજબ, મહિલાની ત્રણ પાંસળી તૂટી ગઈ હતી, જેમાંથી બે તેની ડાબી બાજુની અને એક જમણી બાજુની હતી. તેને નોકરી પરથી પણ રજા પર ઉતારી દેવાઈ હતી, આમ તેને પૈસાનું પણ નુકસાન થયું. સાથે જ સારવાર માટે પણ ખર્ચો થયો. સાજા થયા બાદ તે સહકર્મી પાસે ગઈ અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. જોકે તે વ્યક્તિએ વિવાદ કર્યો કે તેની પાસે આ વાતના કોઈ પૂરાવા નથી કે ઈજા તેને હગ કરવાના કારણે થઈ હતી.
કોર્ટે રૂ.1.16 લાખ રૂપિયા આપવા આદેશ કર્યો
થોડા સમય બાદ મહિલાએ પોતાના સહકર્મી પર આર્થિક નુકસાન માટે વળતરનો કેસ દાખલ કર્યો. કોર્ટે સહકર્મીને 10000 યુઆન એટલે 1.16 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે, આ સાબિત કરવા માટે કોઈ પૂરાવા નથી મહિલાએ તે પાંચ દિવસ દરમિયાન એવી કોઈ પ્રક્રિયામાં ભાગ લીધો જેનાથી તેની પાંસળી તૂટી શકે તેમ હતી.
ADVERTISEMENT