કરોડો રૂપિયાના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે મમતા બેનર્જીએ ચુપ્પી તોડી દીધી છે. પાર્થ ચેટર્જીની 100 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરતા ધરપકડ થઈ ગઈ છે. આ મુદ્દે મમતાએ કહ્યું કે મને કોઈ ફેર પડતો નથી, જો આરોપો સાબિત થઈ જાય તો સજા આપવી જ જોઈએ. આની સાથે જ મમતા સરકારના મંત્રીમંડળથી પાર્થ ચેટર્જીને કાઢી મૂકવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાર્થ ચેટર્જી વિરૂદ્ધ મમતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
વોશ રૂમથી કરોડો રૂપિયા મળ્યા
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં EDએ અર્પિતા મુખર્જીના ચાર સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન રૂમ ઉપરાંત વોશરૂમમાં પણ રૂપિયાની નોટોના બંડલો સંતાડીને રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ રોકડ રકમ અને સોનું તથા ડોલર મળી આવ્યા છે. તેને જોતા EDને આશંકા છે કે આ કૌભાંડ 100 કરોડથી વધુનું હોઈ શકે છે.
જો દોષિત ઠરે તો એને સજા કરો, મને કોઈ ફરક નથી પડતો: મમતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ ઈચ્છે છે કે પાર્થ ચેટર્જી અંગે સત્ય બહાર આવે. તે ભ્રષ્ટાચારને સમર્થન આપતા નથી. બધા લોકો સરખા નથી હોતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચોક્કસ સમયમર્યાદામાં સત્યના આધારે નિર્ણય લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ દોષિત ઠરે તો મને કોઈ ફેર પડતો નથી, આવા લોકોને આજીવન કેદની સજા આપવી જોઈએ.
ADVERTISEMENT