મમતા બેનર્જી માંડ-માંડ બચ્યા, હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, કમર-પગમાં ઇજા

Mamata Banerjee Chopper Landing: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇ જઇ રહેલા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી જલપાઇગુડીના ક્રિન્ટીમાં એખ જાહેર…

Mamta benarjee emergency landing

Mamta benarjee emergency landing

follow google news

Mamata Banerjee Chopper Landing: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇ જઇ રહેલા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી જલપાઇગુડીના ક્રિન્ટીમાં એખ જાહેર સભાને સંબોધિત કર્યા બાદ બાગડોગરા જઇ રહ્યા હતા. વરસાદના કારણે વિઝેબિલીટી ખુબ જ ઘટી ગઇ હતી. જેના કારણે હેલિકોપ્ટરને બંગાળના સાલુગડાના આર્મી બેઝ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ટીએમસી નેતા રાજીવ બેનર્જીનું કહેવું છે કે, તેઓ સુરક્ષીત છે. મળતી માહિતી અનુસાર સીએમ મમતા બેનર્જી હવે સડક માર્ગે કોલકાતા પરત ફરી રહ્યા છે.

જલપાઇ ગુડીમાં પણ સભા સંબોધિત કરી
આ અગાઉ મમતા બેનર્જીએ મંગળવારે જલપાઇગુડીમાં પંચાયત ચૂંટણી અંગે રેલીને સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર શાબ્દિક ચાબખા વિંઝ્યા હતા. મમતાએ કહ્યું કે, ભાજપને પરાજયનો અહેસાસ થઇ ગયો છે. આ જ કારણ છે કે તે અલગ અલગ જુથો અને સંગઠનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

8 જુલાઇએ પંચાયત ચૂંટણીની ઉમેદવારીની તારીખ
પશ્ચિમ બંગાળમાં 8 જુલાઇએ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરાવાના છે. તે પહેલા ઉમેદવારી દરમિયાન સમગ્ર રાજ્યના અલગ-અલગ હિસ્સાઓમાંથી હિંસાના સમાચાર આવ્યા હતા. હિંસા અંગે ભાજપે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જ્યાંથી અર્ધસૈનિક દળોની તહેનાતીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે ચુકાદાની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા જો કે તેમને રાહત મળી નહોતી.

પીએમ મોદી પર લગાવ્યો હતો આરોપ
એક દિવસ પહેલા સોમવારે મમતા બેનર્જીએ પીએમ મોદી પર હુમલો કર્યો હતો. પીએમ મોદીની અમેરિકા મુલાકાત પર નિશાન સાધતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, મોદી બાબુ અમેરિકા જઇને પૈસા બગાડી રહ્યા છે. ક્યારેક રશિયા જાય છે તો ક્યારેક અમેરિકા. અહીં લોકોને પૈસા નથી મળી રહ્યા. દેશના લોકો પાસે પૈસા નથી.

    follow whatsapp