Heart Attack News: ભાણાના લગ્નમાં માથા પર માટલું રાખીને નાચતી વખતે મામા અચાનક નીચે પડ્યા અને તેઓનું મૃત્યુ થયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દુઃખદ ઘટના બાદ પરિવારમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
20 એપ્રિલે ભાણાના હતા લગ્ન
આ મામલો ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ વિસ્તારના લોછવા કી ઢાનીનો છે. અહીં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. કમલેશ ઢાકા પરિવારના સભ્યોની સાથે 20 એપ્રિલના રોજ ભાણાના લગ્નમાં 'લોછવા કી ઢાની' ગયા હતા. આ દરમિયાન લગ્નનો વરઘોડો નીકળ્યો હતો.
અચાનક ઢળી પડ્યા કમલેશ કુમાર
લગ્નની એક વિધિ ચાલી રહી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાત ભરવાની રસ્મ બાદ કુમલેશ કુમાર માથા પર માટલું રાખીને નાચી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ
તબીબોએ તેમને કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે. લગ્ન પ્રસંગમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટના કારણે મામાનું આકસ્મિક અવસાન થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આખા ઘરમાં શોકનો માહોલ હતો. મામાના અંતિમ સંસ્કાર બાદ ભત્રીજાના લગ્નની વિધિ સંપન્ન થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT