નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ ચિત્તપુરમાં ભાજપના મણિકાંત રાઠોડને 13,640 મતોથી હરાવ્યા.કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયાંક ખડગેએ કહ્યું, “મને ત્રીજી વખત ચૂંટવા બદલ હું ચિત્તપુરની જનતાનો આભારી છું. અમે કર્ણાટકની જનતાને સ્થિર સરકાર આપીશું. સીએમ પદનો ચહેરો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
પ્રિયાંક ખડગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. કર્ણાટકની ચિત્તપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી. તેઓ સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ વખતે ભાજપે પ્રિયાંક સામે મણિકાંત રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયાંક મણિકાંતને હરાવ્યા છે. જીતનું માર્જીન 13640 વોટ રહ્યું છે. પ્રિયાંકને 81323 વોટ મળ્યા જ્યારે મણિકાંતને 67683 વોટ મળ્યા.
આ બેઠક પર મલ્લિકાર્જુન ખડગેની પ્રતિષ્ઠા હતી દાવ પર
2018માં પણ પ્રિયાંક ખડગે અહીંથી ચૂંટણી જીત્યા હતા. 2018માં તેમને 69700 વોટ મળ્યા હતા. પ્રિયાંક ખડગેની સામે ભાજપના વાલ્મિકી નાયક હતા, જેમને 65307 મત મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેના રૂપમાં અઢી દાયકા બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બન્યો છે. આવી સ્થિતિમાં પ્રિયાંક ની ચૂંટણીને તેના પિતાની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવી રહી હતી.
આ ચૂંટણીમાં પ્રિયાંક ખડગે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેનું કારણ પીએમ મોદી વિરુદ્ધ તેમનું વિવાદાસ્પદ નિવેદન હતું. પ્રિયાંક ે તેમની એક ચૂંટણી સભા દરમિયાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે,’જ્યારે તમે (પીએમ મોદી) ગુલબર્ગા (કલબુર્ગી) આવ્યા હતા, ત્યારે તમે બંજારા સમુદાયના લોકોને શું કહ્યું હતું. ડરશો નહીં બંજારાનો દીકરો દિલ્હીમાં બેઠો છે, પણ નાલાયક દીકરો દિલ્હીમાં બેઠો છે તો તમે પરિવાર કેવી રીતે ચલાવશો?પ્રિયાંક ના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. આ પછી ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમને કારણ બતાવો નોટિસ ફટકારી હતી.
આ રીતે પ્રિયાંકે રાજકારણમાં પ્રવેશ કર્યો
પ્રિયાંક વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 1998માં કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)માં કાર્યકર્તા તરીકે જોડાયા હતા. તેઓ લાંબા સમય સુધી NSUIના મહાસચિવ હતા. 2005 થી 2007 સુધી તેઓ NSUI ના રાજ્ય મહાસચિવ હતા. 2007 થી 2011 સુધી તેઓ કર્ણાટક પ્રદેશ યુથ કોંગ્રેસના સચિવ હતા. 2011 થી 2014 સુધી તેઓ કર્ણાટક પ્રદેશ યુથ કોંગ્રેસના મહાસચિવ હતા. તેઓ કર્ણાટક પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
2009 માં, તેમણે કર્ણાટકમાં ચિત્તપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી લડીને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો પરંતુ ભાજપના વાલ્મિકી નાયક સામે હાર્યા. તેમણે ચિત્તપુરથી 2013ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતી હતી અને 2016માં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં આઈટી અને બીટી મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2018 માં, તેઓ ફરીથી ચિત્તપુરથી ચૂંટણી જીત્યા અને એચડી કુમારસ્વામીની આગેવાની હેઠળની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં સમાજ કલ્યાણ પ્રધાન બનાવવામાં આવ્યા.
ADVERTISEMENT