- આગામી ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો
- પીએમ મોદી જો લોકસભા ચૂંટણી જીતશે તો આ દેશની છેલી ચૂંટણી હશે
- આપણી પાસે લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે: ખડગે
Congress Odisha Rally: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ઓડિશાની એક રેલીમાં સંબોધન કર્યું હતુ. આ દરમિયાન તેમણે એક મોટો દાવો કરતાં કહ્યું છે કે, પીએમ મોદી જો લોકસભા ચૂંટણી જીતશે તો આ દેશની છેલી ચૂંટણી હશે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે, આપણી પાસે લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે.
ADVERTISEMENT
મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ઓડિશા પ્રવાસે છે. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતી વખતે આગામી ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો છે અને સરકાર તેમજ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “જો નરેન્દ્ર મોદી વધુ એક ચૂંટણી જીતી જશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે.” કોંગ્રેસ અધ્યક્ષે લોકોને બીજેપી અને આરએસએસથી દૂર રહેવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે તેઓ ઝેર સમાન છે.
પક્ષપલટા વિશે પણ બોલ્યા ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકોને સંબોધતા વખતે પક્ષપલટા વિશે પણ બોલ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો આગામી ચૂંટણી ભાજપ જીતશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે, તમે માનો કે ના માનો, અમે હજી પણ જોઈ રહ્યા છીએ. એક દિવસ પહેલા અમારા એક નેતાને તેમના પક્ષમાં લઈ જવામાં આવ્યા હતા.
ખડગેએ નીતીશ કુમાર પર આ વાત કહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના એનડીએમાં પાછા ફરવા પર મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે તેની ચૂંટણી પર કોઈ અસર થશે નહીં, એક વ્યક્તિના છોડવાથી મહાગઠબંધન નબળું પડતું નથી. તેમણે કહ્યું કે, અમે આગામી ચુંટણી જીતીશું.
ADVERTISEMENT