‘મુઈઝ્ઝુ સરકાર શક્ય તેટલી જલ્દી માફી માંગે’, ભારત સાથે રાજકીય વિવાદ પર બોલ્યા માલદીવના વિપક્ષી સાંસદ

India-Maldives Relation: PM મોદી પર માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકારના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીનો વિવાદ થંભી રહ્યો નથી. માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટીએ સરકારને ચારે બાજુથી ઘેરી છે.…

gujarattak
follow google news

India-Maldives Relation: PM મોદી પર માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકારના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીનો વિવાદ થંભી રહ્યો નથી. માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટીએ સરકારને ચારે બાજુથી ઘેરી છે. વિપક્ષ MDP પાર્ટીના સાંસદ મીકૈલ અહેમદ નસીમે આ સમગ્ર ઘટના પર વિદેશ મંત્રી પાસેથી જવાબ માંગવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

માલદીવ્સના સાંસદે ભારત સાથેના સંબંધો પર શું કહ્યું?

આ પ્રસ્તાવમાં પીએમ મોદી પર ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. તેમજ મુઈઝુ સરકારે આ સમગ્ર ઘટના માટે ઔપચારિક રીતે માફી માંગવી જોઈએ. આ સમગ્ર મામલે મીકૈલ સાથે થયેલી વાતચીતની વિગતો આ રહી.

તમે સંસદમાં જે પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના દ્વારા તમારી સરકાર સમક્ષ શું માંગ છે?

મેં સ્પીકરને વિદેશ પ્રધાનને સંસદમાં બોલાવવા વિનંતી કરી છે, જ્યાં અમે તેમને પૂછી શકીએ છીએ કે શા માટે સરકારે હજી સુધી આ સમગ્ર મુદ્દા પર ઔપચારિક માફી માંગી નથી. બીજું, આ સમગ્ર મામલામાં જે નાયબ મંત્રીઓ સંડોવાયેલા હતા તેમને હજુ સુધી કેમ બરતરફ કરવામાં આવ્યા નથી? આ સવાલો અમે વિદેશ મંત્રીને સંસદમાં પૂછીશું. મેં તે ત્રણ મંત્રીઓને સંસદની વિદેશ બાબતોની સમિતિ સમક્ષ બોલાવવાની પણ વિનંતી કરી છે. મને લાગે છે કે દોષિતોને જવાબદાર ઠેરવવા જોઈએ. મને નથી લાગતું કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. અમે માલદીવના લોકો વધુ સ્પષ્ટ જવાબ ઈચ્છીએ છીએ કે સરકાર આ મામલાને ઉકેલવા માટે શું કરશે.

માલદીવના ત્રણેય મંત્રીઓને પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું મંત્રીઓની હકાલપટ્ટી થશે. તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?

અમે ખૂબ જ નિરાશ છીએ કે સરકાર ભારત સાથેના આપણા વર્ષો જૂના સંબંધોને મહત્વ આપવાને બદલે આ મંત્રીઓ સાથેની નિકટતાને મહત્વ આપી રહી છે. મને લાગે છે કે વર્તમાન સરકાર સાથે આ મંત્રીઓની જે પણ ભાગીદારી છે, તે અન્ય સંબંધો કરતાં વધારે છે. એક રાષ્ટ્ર તરીકે, વિશ્વભરમાં સારી આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને રાજદ્વારી સંબંધો જાળવી રાખવા માટે આ પગલાં લેવા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

માલદીવની નવી સરકાર સત્તામાં આવ્યા બાદ તેના વલણમાં પરિવર્તન આવ્યું છે. શું સરકાર ચીન અને ભારતના સંબંધોમાં સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, આવી સ્થિતિમાં ભારત અને માલદીવને આવનારા દિવસોમાં કોઈ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે?

સાચું કહું તો મને અંગત રીતે લાગે છે કે તેઓ (સરકાર) આ ‘ઈન્ડિયા આઉટ’ ઝુંબેશને બંધ કરશે, કારણ કે તે ઘણા વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યું છે. મેં વિચાર્યું કે તેઓ સત્તામાં આવવાના તેમના ઉદ્દેશ્યને પ્રાપ્ત કર્યા પછી તેને બંધ કરશે. પરંતુ કમનસીબે એવું ન થયું. માલદીવના લોકો વર્તમાન સરકારથી ખૂબ જ નિરાશ છે.

શું તમને લાગે છે કે વર્તમાન વિકાસ ભારત અને માલદીવ વચ્ચેના પ્રવાસન અને વેપારને અસર કરશે?

અમે છેલ્લા 72 કલાકમાં હજારો બુકિંગ રદ થતા જોયા છે. મારા સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન એક રિસોર્ટમાં થવાના હતા. તે રિસોર્ટ લગ્ન માટે લગભગ 1 મિલિયન ડોલરમાં બુક કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ રદ કરવામાં આવ્યો હતો. મને લાગે છે કે આનાથી એક રાષ્ટ્ર તરીકે અમને ઘણું નુકસાન થઈ રહ્યું છે કારણ કે અમે ઘણી હદ સુધી પ્રવાસન પર નિર્ભર છીએ.

અમારે આ રીતે કોઈ દેશને નિશાન બનાવવો જોઈએ નહીં. આ અસ્વીકાર્ય છે. મને લાગે છે કે બંને દેશો વચ્ચેના આ સમગ્ર રાજદ્વારી વિવાદનો અંત લાવવા માટે સરકારે તાત્કાલિક માફી માંગવી જોઈએ, ઔપચારિક માફી માંગવી જોઈએ અને દોષિત મંત્રીઓને તેમના પદ પરથી હટાવવા જોઈએ.

તમે સંસદમાં રજૂ કરેલી પ્રસ્તાવ પર ક્યાં સુધીમાં કાર્યવાહી થવાની શક્યતા છે?

1લી ફેબ્રુઆરીથી સંસદનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ અમે આ પહેલા સંસદનું સત્ર બોલાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી આ મામલો જલદી ઉકેલી શકાય.

તમને લાગે છે કે રાષ્ટ્રપતિ મુઇઝુ ચીનથી પાછા ફર્યા પછી આવું થઈ શકે છે?

હા, અમે શક્ય તેટલી વહેલી તકે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તમારી બે માંગણીઓ છે, પ્રથમ વિદેશ મંત્રીનો ખુલાસો અને બીજી PM મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનારા મંત્રીઓને તેમના પદ પરથી હટાવવા. પરંતુ શું અવિશ્વાસ પ્રસ્તાવને લઈને કોઈ તૈયારીઓ છે?

મને નથી લાગતું કે આના પર હજુ સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ છે, જે અવિશ્વાસ પ્રસ્તાવ તરફ દોરી શકે છે. પરંતુ કેટલાક સાંસદો અને રાજકીય પક્ષોએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેઓ તેની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમે ખાતરીપૂર્વક જાણતા નથી કે આવું કોઈ ઔપચારિક પગલું લેવામાં આવશે કે નહીં.

આપણે જાણીએ છીએ કે મુઇઝુ સરકાર હવે ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત છે પરંતુ સરકાર કે સરકારમાં બેઠેલા લોકો કે તેમના કેટલા નેતાઓ હજુ પણ ‘ઈન્ડિયા આઉટ’ માટે ચીન તરફ જોઈ રહ્યા છે.

સાચું કહું તો મને આશ્ચર્ય નથી થયું કારણ કે આ એક વખતની ઘટના નહોતી. શાસક પક્ષ તરફથી આ કોઈનું અચાનક નિવેદન ન હતું. મને લાગે છે કે વર્ષોથી જે નિવેદનબાજી ચાલી રહી છે, ભારત વિરોધી ભાવનાઓ છે, જે રાજકીય લાભ માટે માલદીવમાં વાવવામાં આવી રહી છે. તેનો એક હેતુ ભૂતપૂર્વ શાસક એમડીપી પાર્ટીને નુકસાન પહોંચાડવાનો હતો.

માલદીવમાં રહેતા ભારતીયો પર આ ઘટનાની શું અસર થવાની શક્યતા છે?

સાચું કહું તો મને ડર છે કે આનાથી માલદીવ અને ભારત બંનેમાં નફરતના ગુનાઓની ઘટનાઓ વધી શકે છે. અમુક સરકાર દ્વારા વ્યવસ્થિત રીતે સમાજમાં નફરતના બીજ વાવવામાં આવ્યા હતા. ભારતમાં રહેતા માલદીવના લોકો, સારવાર માટે કે અન્ય કારણોસર ભારત જતા લોકો માટે મને ખૂબ જ ડર લાગે છે. પરંતુ આ સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. સરકાર પાસે એક જ રસ્તો છે કે તેઓ માફી માંગે અને આ મંત્રીઓને હટાવી દે.

વર્તમાન પરિસ્થિતિને જોતા, તમે માલદીવમાં ચીનના વલણને કેવી રીતે જુઓ છો? માલદીવ ભારત માટે વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે. શું તમે દેશની ભૌગોલિક રાજનીતિમાં થોડો ફેરફાર જોશો અને શું આ પરિવર્તન ચીન તરફના ઝુકાવના સ્વરૂપમાં હશે? માલદીવ પર આની કેટલી અસર પડશે કારણ કે આપણે શ્રીલંકામાં આવું જ થતું જોયું છે.

મને લાગે છે કે અમારા પડોશીઓ પાસેથી શીખવું ખૂબ જ સારું છે, ખાસ કરીને હમ્બનટોટા બંદર અંગે શ્રીલંકા સાથે શું થયું. સરકાર હાલમાં ચીન સાથે એમઓયુ કરવામાં વ્યસ્ત છે. મને લાગે છે કે સરકારને યાદ અપાવવું જરૂરી છે કે અમારે અમારી ભૌગોલિક પરિસ્થિતિની વાસ્તવિકતા તરફ આંખ આડા કાન ન કરીએ. વાસ્તવિકતા એ છે કે આપણા પરસ્પર હિતો ભારત સાથે જોડાયેલા છે. અમે આને અવગણી શકીએ નહીં. પરંતુ આનો અર્થ એ પણ નથી કે અમારે ચીનથી દૂર રહેવું જોઈએ. અમે સંતુલિત વલણ પણ જાળવી શકીએ છીએ.

    follow whatsapp