12 વર્ષના નાના અર્જુન કપૂરને ડેટ કરવા પર બોલી મલાઈકા અરોરા, ‘પ્રેમની કોઈ ઉંમર નથી હોતી’

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘણા ફેન્સ છે. તેના લૂકથી લઈને ફિટનેસ અને અંગત જીવન સુધી, મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે ચર્ચામાં આવતી…

gujarattak
follow google news

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘણા ફેન્સ છે. તેના લૂકથી લઈને ફિટનેસ અને અંગત જીવન સુધી, મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે ચર્ચામાં આવતી હોય છે. મલાઈકા અરોરાએ શનિવારે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023માં હાજરી આપી હતી. અહીં એક્ટ્રેસે તેના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી હતી.

સત્ર દરમિયાન, મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે, સમાજમાં મહિલાઓ પર તેમની પસંદગીઓને લઈને હંમેશા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. કેવા વ્યક્તિ સાથે કેવી રીતે રહેવું જોઈએ, કેવા વ્યક્તિને ડેટ કરવો જોઈએ તેના પર કોઈને કોઈ તેમને સલાહ આપી રહ્યું છે. તમારે પણ દરરોજ ઘણી વાતો સાંભળવી પડે છે, તો તમે આવા સમયે શું કરો છો?

પ્રેમ તો, પ્રેમ છેઃ મલાઈકા અરોરા
આ સવાલનો જવાબ આપતા મલાઈકા અરોરા હસી પડી હતી. તેણે કહ્યું, ‘જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે કેમ છૂટાછેડા લીધા, કારણ કે આ ટેગ હંમેશા મારી સાથે રહેશે. પછી જ્યારે છૂટાછેડા પછી મને પ્રેમ મળ્યો તો લોકોએ કહ્યું કે આને પ્રેમ કેવી રીતે મળ્યો. પછી મારાથી નાની વ્યક્તિને પ્રેમ કરવા પર મને સંભળાવવામાં આવ્યું કે હું હોશ ખોઈ બેઠી છું. પણ હું એટલું જ કહીશ કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જો તમે પ્રેમમાં છો, તો છો.

વધુમાં, એક્ટ્રેસ કહે છે, “તમે નાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છો કે મોટી વ્યક્તિના તેનાથી કોઈ ફરક નથી પડતો. હું ખુશ છું કે મને એક એવો જીવનસાથી મળ્યો છે જે મને સમજે છે. જો તે ઉંમરમાં નાનો હોય તો ઠીક છે. મને લાગે છે કે તે મારા કરતા નાનો છે, એટલે જ હું પણ યુવાન અનુભવું છું. તેનાથી મને ખુશી મળે છે. હું વિશ્વમાં સારું અનુભવું છું. મને લાગે છે કે અહીં હાજર મહિલાઓ મારી સાથે સહમત હશે. મને એને ખરાબ નથી માનતી.

    follow whatsapp