Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે ફૂલ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને માહિતી આપી છે કે નવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. ઘણસોલી ખાતે મધ્યવર્તી ટનલનું કામ ચાલી રહ્યું છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટાની વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું કામ પણ ઝડપી કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ હેઠળ ખોદકામનું કામ ગયા વર્ષે 6 ડિસેમ્બરે શરૂ થયું હતું.
ADVERTISEMENT
27,515 કિલો વિસ્ફોટકોનો કરાયો ઉપયોગ
છ મહિનામાં જ 394 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કંટ્રોલ સાથે 214 વખત વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સેફ્ટીને ધ્યાનમાં રાખીને હાઈ લેવલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ADITના ખોદકામમાં સલામતીના ધોરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને 3.3 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે.
16 કિલોમીટરની ટનલ મશીનોથી ખોદવામાં આવશે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવનાર છે. જેમાં બોરિંગ મશીનો વડે 16 કિલોમીટરનું ખોદકામ કરવામાં આવશે. 5 કિલોમીટરની ટનલ NATM (નવી ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ)થી બનાવવામાં આવનાર છે. ADIT નિર્માણ અને સંચાલનથી મુખ્ય સુરંગ સુધી વાહનોની સીધી એન્ટ્રી થશે. ઈમરજન્સીના કિસ્સામાં ઝડપથી સ્થળાંતર થઈ શકે, નિર્માણમાં આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ માહિતી આપી છે કે BKC ખાતે આવેલા મુંબઈ સ્ટેશનને શિલફાટા ખાતે જોડતી સુરંગને પણ તેજીથી બનાવવામાં આવી રહી છે. આ ટનલ લગભગ 21 કિલોમીટર લાંબી બનવાની છે
ADVERTISEMENT