Tripura Unakoti Rath Accident: પોલીસે જણાવ્યું હતું કે હાઇ-ટેન્શન વાયરના સંપર્કમાં આવવાને કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે હજારો લોકો રથને ખેંચી રહ્યા હતા ત્યારે તે 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. સીએમ માણિક સાહાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
ADVERTISEMENT
ત્રિપુરાના ઉનાકોટીમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, હાઇ-ટેન્શન વાયરના સંપર્કમાં આવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની ‘ઉલ્ટા રથયાત્રા’ ઉત્સવ દરમિયાન સાંજે સાડા ચાર વાગ્યે કુમારઘાટ વિસ્તારમાં ઘટના બની હતી. આ દર્દનાક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે રથયાત્રાના એક અઠવાડિયા પછી તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત, અકસ્માતમાં 15 ઘાયલ થયા હતા. રથ આવ્યા પછી આગ લાગી ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં હાઈ-ટેન્શન વાયરનો સંપર્કમાં આવતા દુર્ઘટના બની હતી. 2023 ઓવરહેડ કેબલના સંપર્કમાં આવતા દુર્ઘટના ઘટી હતી.
સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) જ્યોતિષમાન દાસ ચૌધરીએ જણાવ્યું કે, તમામ ઘાયલોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. CM માણિક સાહાએ દુઃખ વ્યક્ત કર્યું. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ છ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કુમારઘાટ વિસ્તારમાં આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ‘ઊંધો રથ’ ખેંચતી વખતે વીજ કરંટ લાગવાથી ઘણા ભક્તોના મોત થયા હતા. જ્યારે ઘણા ઘાયલ થયા હતા. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર તેમની સાથે ઉભી છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને વળતરની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યુ કે, તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ સાથે PMOએ PMNRF તરફથી મૃતકોના નજીકના પરિજનોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
PMNRF તરફથી 2 લાખ એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 ત્રિપુરામાં દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રાહતની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT