Imroz Passed Away: ખ્યાતનામ કવિ-ચિત્રકાર ઈમરોઝનું નિધન, 97 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Poet Painter Imroz Amrita Pritam Died: આખરે આજે અમૃતા પ્રીતમ અને ઈમરોઝની પ્રેમ કહાનીનો આજે અંત આવ્યો છે. પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઈમરોઝે પણ દુનિયાને…

gujarattak
follow google news

Poet Painter Imroz Amrita Pritam Died: આખરે આજે અમૃતા પ્રીતમ અને ઈમરોઝની પ્રેમ કહાનીનો આજે અંત આવ્યો છે. પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઈમરોઝે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે 97 વર્ષની વયે તેમણે મુંબઈના કાંદિવલી ખાતે આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની પુષ્ટિ તેમના નજીકના અમિયા કુંવરે કરી હતી.

સાહિત્ય જગતમા શોક

અમિયાના કહેવા પ્રમાણે, ઈમરોઝ ઘણા સમયથી બીમાર હતા. તેઓ થોડા દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા, પરંતુ 2 દિવસ પહેલાં જ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.

40 વર્ષ સુધી સાથે રહ્યા અમૃતા પ્રીતમ અને ઈમરોઝ

ઈમરોઝનું તેમના જીવનમાં પ્રખ્યાત કવિયત્રી અમૃતા પ્રીતમ સાથે સૌથી ખાસ કનેક્શન રહ્યું. તેમની અને અમૃતા પ્રીતમની લવ સ્ટોરી આખી દુનિયામાં ફેમસ છે. તેઓ બંને એકબીજાની એટલા નજીક હતા કે લગ્ન કર્યા વગર 40 વર્ષ સુધી સાથે રહ્યા.

2005માં અમૃતા પ્રીતમનું થયું હતું અવસાન

અમૃતા પ્રીતમના અંતિમ દિવસોમાં પણ ઈમરોઝ તેમની સાથે જ રહ્યા. 31 ઓક્ટોબર 2005ના રોજ અમૃતા પ્રીતમનું અવસાન થયું હતું. અમૃતા તેમને જીત કહીને બોલાવતા હતા. અમૃતા-ઈમરોઝની ઉંમરમાં 7 વર્ષનો તફાવત હતો. અમૃતા પ્રીતમના નિધન બાદ ઈમરોઝ કવિ બન્યા હતા.

    follow whatsapp