Hanuman Jayanti પર બની રહ્યો છે મહાસંયોગ, બજરંગબલીની પૂજા દરમિયાન ન પહેરતા આ રંગના કપડા

Hanuman Jayanti 2024: સનાતન ધર્મમાં ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો પર બજરંગબલીની કૃપા બની રહે છે, તેમના ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે.

હનુમાન જયંતી પર આ ભૂલ ન કરતાં

Hanuman Jayanti 2024

follow google news

Hanuman Jayanti 2024: સનાતન ધર્મમાં ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો પર બજરંગબલીની કૃપા બની રહે છે, તેમના ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે. આ સિવાય તેમના જીવનમાં આવનારી સમસ્યાઓ પણ ધીમે-ધીમે ઘટવા લાગે છે.

ચૈત્ર પૂર્ણિમાએ મનાવાય છે હનુમાન જયંતી 

દર વર્ષે ચૈત્ર પૂર્ણિમા તિથિના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વખતે ચૈત્ર પૂર્ણિમા તિથિનો પ્રારંભ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03:25 વાગ્યાથી થઈ રહ્યો છે, જેનું સમાપન 24 એપ્રિલના રોજ સવારે 05:18 વાગ્યે થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે હનુમાન જયંતિના દિવસે અનેક મહાસંયોગો બની રહ્યા છે.

હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત 

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 09:03થી બપોરે 01:58 સુધી છે.

હનુમાન જયંતીની પૂજા વિધિ

- બજરંગબલીની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- આ પછી તમારા ઘરના મંદિરમાં એક બાજોટ મૂકો, તેના પર લાલ રંગનું કપડું પાથરો અને હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.
- હનુમાનજીને ફૂલ, સિંદૂર અને પીળા લાડુ અર્પિત કરો. આ દરમિયાન હનુમાનજીના મંત્રનો જાપ કરતા રહો.
- છેલ્લે હનુમાનજીની આરતી કરો.

હનુમાન જયંતી પર 3 વર્ષ બાદ બન્યા મહાસંયોગ

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, મંગળવાર અને શનિવારનો દિવસ  ભગવાન હનુમાનજીને સમર્પિત હોય છે. આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે 3 વર્ષ બાદ મંગળવારે હનુમાન જયંતી આવી રહી છે. આ ઉપરાંત આ દિવસે ચિત્રા નક્ષત્ર અને વર્જ યોગનો પણ મહાસંયોગ બની રહ્યો છે.

પૂજા દરમિયાન કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ?

ધાર્મિક માન્યતા અનુસાર, હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ. જો તમે આ રંગના કપડા પહેરીને બજરંગબલીની પૂજા કરો છો તો હનુમાનજી તમારાથી નારાજ થઈ શકે છે. બજરંગબલીની પૂજા કરતી વખતે લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ છે.

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ અને રામાયણ પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી છે. અમે આની પુષ્ટી કરતા નથી.  
 

    follow whatsapp