ગાંધીનગર : દૂધસાગર ડેરીમાં નાણાકીય ગોટાળા મામલે ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના વડા વિપુલ ચૌધરીની ધરપકડ બાદથી ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં બનાસકાંઠામાં વિશાળ રેલીનું આયોજન થયું હતું. સરકારે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવાનો આક્ષેપ કરીને સરકારે આ ભોગવવું પડશે તેવો હુંકાર કર્યો હતો. અર્બુદાસેનાએ હુંકાર કર્યો કે, વિપુલ ચૌધરીને જો મુક્ત કરવામાં નહી આવે તો જેલભરો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
ADVERTISEMENT
વિપુલ ચૌધરી બહાર નહી આવે તો સમાજના યુવાનો જેલની અંદર જશે
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવરમાં આજે અર્બુદા સેના દ્વારા મહાસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના લોકો અને અર્બુદા સેનાના સમર્થકો ઉમટી પડ્યા હતા. આ આયોજનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તરગુજરાતમાંથી અર્બુદા સેનાના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. સૌથી ચોંકાવનારી બાબત હતી કે, વિપુલ ચૌધરીની પણ સિંહાસન જેવી ખુરશી મુકવામાં આવી હતી. હાલમાં તે જેલમાં હોવાના કારણે ખુરસી પર તેમની પાઘડી મુકવામાં આવી હતી.
લાખો લોકો ઉમટી પડ્યાં, વિપુલ ચૌધરીનું સિંહાસન મુકીને તેમની પાઘડી મુકાઇ
બનાસકાંઠા જિલ્લાના ઘાનેરા તાલુકાના થાવર ગામે આજે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન અગાઉ વહેલી સવારે ધાનેરાના સામરવાડા ખાતેની થાવર ગામ સુધી અર્બુદા સેનાના કાર્યકર્તાઓએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. રેલી બાદ થાવર ગામે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં સેંકડો ચૌધરીઓ અને અર્બુદા સેનાના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા.
ADVERTISEMENT