Influencer Died falling in Waterfall: મહારાષ્ટ્રના રાયગઢ પાસે કુંભે ધોધમાં પડી જતાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આન્વી કામદારનું મૃત્યુ થયું હતું. 26 વર્ષીય ઈન્ફ્લુએન્સર યુવતી જ્યારે રીલનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ADVERTISEMENT
આન્વી 16 જુલાઈના રોજ તેના સાત મિત્રો સાથે ધોધ પર ગઈ હતી. 17 જુલાઈના રોજ સવારે 10.30 વાગ્યે એક વીડિયો શૂટ કરતી વખતે તે ઊંડી ખીણમાં લપસી ગઈ હતી.
છ કલાકે રેસ્ક્યુ થયું
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોસ્ટ ગાર્ડની સાથે કોલાડ રેસ્ક્યુ ટીમ અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તેમણે કહ્યું, 'અમે ઘટનાસ્થળે પહોંચ્યા કે તરત જ અમને ખબર પડી કે છોકરી લગભગ 300-350 ફૂટ નીચે પડી ગઈ હતી. યુવતી પાસે પહોંચ્યા પછી પણ તેને ઉપાડવી મુશ્કેલ હતી કારણ કે તે ઘાયલ હતી અને ભારે વરસાદ પડી રહ્યો હતો. છ કલાકના બચાવ બાદ કોઈક રીતે અન્વીને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી.
અકસ્માત બાદ પ્રવાસીઓને કરવામાં આવી અપીલ
ઈન્ફ્લુએન્સર યુવતીના મૃત્યુ પછી, તલાટી અને માનાગાંવ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્થાનિક અધિકારીઓએ પ્રવાસીઓ અને નાગરિકોને સમાન રીતે અપીલ જારી કરી. તેમણે સહ્યાદ્રી પર્વતમાળાઓની મુલાકાત લેતી વખતે દરેકને જવાબદારીપૂર્વક પ્રવાસનનો આનંદ માણવા અને સલામતીને પ્રાધાન્ય આપવા વિનંતી કરી. અધિકારીઓએ પ્રવાસન સ્થળો પર જોખમી વ્યવહાર ટાળવાની સલાહ આપી છે.
આન્વીને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનો શોખ હતો
આન્વી કામદાર મોનસૂન ટુરિઝમના તેના શોખ માટે જાણીતી હતી અને સોશિયલ મીડિયા પર બતાવવા માટે કુંભે ફોલ્સ સાથે રીલ બનાવતી વખતે તેનું મૃત્યુ થયું હતું. આન્વીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દર્શાવે છે કે તેને કુદરતી જગ્યાઓ ખૂબ જ પસંદ છે. આન્વીના 2 લાખ 60 હજાર જેટલા ફોલોઅર્સ હતા.
ADVERTISEMENT