Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રમાં એક મોટા રાજનીતિક ઘટનાક્રમ હેઠળ NCP ના વરિષ્ઠ નેતા અજિત પવારે રવિવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. અજિત પવારની સામે બળવો કરનારા અનેક એનસીપી નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા છે. હવે આ મંત્રિઓને મળનારા મંત્રાલય અંગે પણ અનેક પ્રકારના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સુત્રો અનુસાર એમવીએ સરકારમાં જે મંત્રાલય એનસીપી પાસે હતા તે જ મંત્રાલય શિંદે સરકારમાં પણ એનસીપીના કોટાથી સરકારમાં જોડાયેલા હતા. બીજી તરફ મંત્રાલય શઇંદે સરકારમાં પણ એનસીપીના ક્વોટામાંથી સરકારમાં જોડાયેલા આ મંત્રિઓને મળી શકે છે. રાજભવનમાં આયોજિત સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ નેતા પણ હાજર રહ્યા હતા.
મંત્રીપદના શપથ લેનારા નેતાઓમાં છગન ભુજબલ, દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશરિફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, ધર્મરાવ અત્રામ, અનિલ પાટિલ અને સંજ બનસોડેનો સમાવેશ થાય છે. રાજ્યપાલ રમેશ બૈઝે તમામને શપથગ્રહણ કરાવ્યા હતા. શપત લેતા પહેલા અજિત પવારે શુક્રવારે વિપક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને સ્પીકરે સ્વિકાર કર્યો હતો. રાજભવનમાં વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલ અને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ પણ હાજર હતા. અજિત પવારે દાવો કર્યો કે, એનસીપીના તમામ 53 ધારાસભ્યો તેની સાથે છે.
ADVERTISEMENT