Shiv Sena BJP Alliance: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી છે. હવે આ ગઠબંધનમાં તિરાડ પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળે છે. આ ક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ હવે સપાટી પર દેખાઇ રહી છે.
ADVERTISEMENT
સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેઓ ઘણા મુદે નારાજ હતા. અનેકવાર તેઓ પોતાની નારાજગી પ્રકટ પણ કરી ચુક્યા હતા. ગુરુવારે (08 જૂન) ડોમ્બિવલીમાં ભાજપ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિવસેનાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે શ્રીકાંત શિંદે વ્યથિત થઈ ગયા હતા.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં ભાજપના કાર્યકર્તા નંદુ જોશી વિરુદ્ધ મહિલાની છેડતીના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. આ અંગે નંદુ જોશી અને અનેક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે, ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા પાછળ શિવસેનાનો હાથ છે. બીજી તરફ બુધવારે રાજ્ય મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં ડોમ્બિવલીમાં ભાજપના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિવસેનાથી અલગ થવાનો નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત બીજુ કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપે ગુરુવારે લોકસભાની 48 સીટો અને 288 વિધાનસભા સીટો માટે પ્રભારીઓની જાહેરાત કરી હતી. આ અંગે પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે, ભાજપ અને શિવસેના સંયુક્ત રીતે ચૂંટણી લડશે. ગઠબંધન ધર્મનું સંપુર્ણ પાલન કરવામાં આશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. જ્યાં શિવસેનાના ઉમેદવાર ઉભા રહેશે ત્યાં અમારા સંગઠન મંત્રી શિવસેનાના નેતાને મદદ કરશે. હાલમાં ભાજપ પીએમ મોદી અને અમિત શાહની રેલીનું પણ આયોજન કરાવવા અંગે વિચારી રહ્યા છે.
ADVERTISEMENT