મુંબઇ : મહારાષ્ટ્રમાં હાલ ખુબ જ મોટુ પોલિટિકલ સરકસ ચાલી રહ્યું છે. જેમાં NCP ની સ્થિતિ ખુબ જ ડામાડોળ છે. એનસીપી નેતા અને ડેપ્યુટી સીએમ અજિત પવારનું કહેવું છે કે, અમે મહારાષ્ટ્રની ભલાઇ માટે આ નિર્ણય લીધો છે. જ્યારે પુછવામાં આવ્યું છેકે, હવે એનસીપી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? અજિત પવારે કહ્યું કે તમે ભુલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
ADVERTISEMENT
NCP નેતા પ્રફુલ પટેલે કહ્યું કે, અમારી તેમને હાથજોડીને વિનંતી છે કે, પાર્ટીના મોટાભાગના નેતા અને ઉમેદવારો તથા કાર્યકર્તાઓની ઇચ્છાનો તેઓ આદર કરે. તેમનો આશીર્વાદ અમારી અને પાર્ટી પર હંમેશા રહે. તો સુનિલ તટકરેએ કહ્યું કે, મે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અજિત પવાર જુથે કહ્યું કે, જયંત પાટિલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ પદથી હટાવવામાં આવી રહ્યા છે. NCP નેતા પ્રફુલ પટેલે કહ્યું કે, સુનીલ તટકરેને પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તનનો અધિકાર હશે.
બીજી તરફ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને શરદ પવારે એનસીપીથી હટાવી દીધા છે. શરદ પવારે કહ્યું કે, હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલના નામે એનસીપી પાર્ટીના સભ્યોને રજિસ્ટરમાંથી હટાવવામો આદેશ આપું છું.
ADVERTISEMENT