Corona: કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકારે પણ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ અંગે જાણકારી આપી છે.
ADVERTISEMENT
અધિકારીઓને આપવામાં આવી છે સૂચનાઃ અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું કે, મારા કેબિનેટ સાથીદારોમાંથી એક ધનંજય મુંડે કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તેના ફેલાવાને રોકવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ધનંજય મુંડેના કાર્યલયે પણ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી વેરિઅન્ટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
શિયાળુ સત્રના છેલ્લા દિવસે થયા સંક્રમિત
એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે (20 ડિસેમ્બર) તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે કહ્યું કે, ‘મંત્રી 21 ડિસેમ્બરે તેમના ઘરે ગયા, આઈસોલેશનમાં રહ્યા અને ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ પણ લીધી. હવે કોઈ લક્ષણો નથી. હવે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.’
ADVERTISEMENT