મુંબઇ : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ભાજપના ગઠબંધનની સરકાર બન્યા બાદથી ઉદ્ધવ ઠાકરે જુથ સતત આક્રમક છે. શિંદેના બળવાખોર વલણથી ઉદ્ધવ ઠાકરેના હાથે પહેલા ધારાસભ્ય, પછી સત્તા અંતે શઇવસેના પાર્ટી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારથી જ ઉદ્ધવ ઠાકરે જુથના નેતા એકનાથ શિંદે અને ભાજપ અનેક પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. આ કડીમાં સંજય રાઉતનું એક ખુબ જ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, શિંદે ફડણવીસ સરકાર આગામી 15-20 દિવસમાં જ પડી ભાંગશે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના કારણે થોડું મોડુ થયું નહી તો સરકાર ફેબ્રુઆરીમાં જ અંત આવશે
સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનું ડેથ વોરન્ટ ઇશ્યું થઇ ચુક્યું છે. માત્ર તારીખોની જાહેરાત થવાની જ બાકી છે. મે પહેલા જ કહ્યું હતું કે, શિંદે સરકાર ફેબ્રુઆરીમાં જ પડી ભાંગશે તેવું પહેલા જ જણાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવામાં સમય લાગ્યો તેના કારણે સરકારને લાઇફ લાઇન મળી ગઇ હતી. જો કે તેમણે દાવો કર્યો કે આ સરકારનું જીવન હવે માત્ર 15-20 દિવસનું જ છે. આ સરકાર લાંબો સમય ખેંચી શકશે નહી. ટુંક જ સમયમાં તમે સાંભળી શકશો કે સરકાર પડીભાંગી છે.
ઉદ્ધવ પક્ષના બટકબોલા ગણાતા નેતાની વાતથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હડકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે જુથના બટકબોલા નેતા ગણાતા સંજય રાઉત અનેકવાર વિવાદિત નિવેદનો આપતા જ રહે છે. સીબીઆઇની પુછપરછ અને જેલવાસ બાદ તેમના સુર ઢીલા પડ્યા હતા. જો કે હવે આ સુર ફરી એકવાર કડક થયા છે. તેઓએ હવે શિંદે સરકાર વિરુદ્ધ ફરી એકવાર પોતાની ઉગ્ર શાબ્દિક ટપાટપી શરૂ કરી દીધી છે. તેવામાં તેમણે આપેલા નિવેદનના કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમી આવી ગઇ છે. ભાજપ અને શિંદે સરકાર 15-20 દિવસમાં કઇ રીતે પડી ભાંગશે તે અંગે અલગ અલગ ક્યાસ લગાવવાનૂં શરુ થઇ ચુક્યું છે.
ADVERTISEMENT