Madhya Pradesh Video Viral : મધ્યપ્રદેશના રીવામાંથી એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મનગંવા પોલીસ સ્ટેશન વિસ્તારના હિનૌતા કોઠાર ગામમાં કેટલીક મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો સનસનાટીભર્યો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓની ઉપર માટી નાખીને જીવતી દફનાવવામાં આવી રહી છે. આ મહિલાઓ જબરદસ્તીથી બનાવવામાં આવી રહેલા રોડનો વિરોધ કરી રહી હતી. જેના કારણે ગુંડાઓએ મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો મહિલાઓને બહાર કાઢવા માટે માટી હટાવતા નજરે પડી રહ્યા છે. એક મહિલા તેની કમર સુધી તેમાં ફસાઈ છે. ગુંડાઓએ આ મહિલાઓને રોડ વિવાદમાં મારવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, એક મહિલાને તેના ગળા સુધી અને એક મહિલાને તેની કમર સુધી દાટી દેવાઈ હતી. હવે આ મામલે રાજનીતિ પણ શરૂ થયું છે.
કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા
કોંગ્રેસે આ મામલે ભાજપ સરકારને ઘેરી છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા કુણાલ ચૌધરીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. આ કેસમાં ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે હજુ ફરાર છે અને તેમની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાનગી જમીન પર રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આશા પાંડે અને મમતા પાંડે અને અન્ય મહિલાઓ આનો વિરોધ કરી રહી હતી.
મુખ્યમંત્રી યાદવે આ મામલાની નોંધ લીધી હતી
દરમિયાન આ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા વીડિયોથી રીવા જિલ્લામાં ગુનાનો કેસ ધ્યાનમાં આવ્યો છે, જેમાં મેં જિલ્લા તંત્ર અને પોલીસને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જિલ્લાના મનગંવા પોલીસ સ્ટેશન હેઠળના હનૌતા કોઠાર ગામમાં જમીન સંબંધિત કૌટુંબિક વિવાદમાં ડમ્પરમાંથી બે મહિલાઓને દાટી દેવાના કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. મધ્યપ્રદેશના નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમની સામેના કોઈપણ ગુનામાં આરોપીઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.
ડમ્પરથી મહિલાઓ પર માટી નાખી
રોડ પર માટી નાખવા માટે ડંપર આગળ વધ્યા અને તુરંત જ મહિલાઓ તેની પાછળ ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન ડમ્પર ચાલકે માટીથી ભરેલી ટ્રોલ આ મહિલાઓની ઉભર નાખી દીધી અને મહિલાઓ તેમાં દબાઈ ગઈ. ગ્રામલોકોની મદદથી માટીમાં દબાયેલી મહિલાઓને બહાર કાઢવામાં આવી. માટીથી બહાર કાઢવામાં જો મોડું થયું હોત તો મહિલાઓના મોત થવાના પણ આસાર હતા. આરોપીઓમાં ડમ્પર ચાલક પ્રદીપ કોલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બંને મહિલાઓના સસરા જણાતા ગોકરણ પાંડે અને ભત્રીજો વિપિન પાંડે હજુ ફરાર છે. પોલીસે ડમ્પર પણ જપ્ત કર્યું છે.
ADVERTISEMENT