Anju In Pakistan: પાકિસ્તાની મહિલા સીમા હૈદર ભારત આવ્યા બાદ હાલ રોજિંદી રીતે માધ્યમોમાં ચમકતી રહી છે. જો કે હવે આવો જ એક કિસ્સો પાકિસ્તાનમાં સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની યુવકના પ્રેમમાં પડેલી એક ભારતીય યુવતી અંજૂ પાકિસ્તાન પહોંચી ગઇ છે. રાજસ્થાનની રહેવાસી આ મહિલાનું નામ અંજૂ છે. 34 વર્ષીય અંજૂની પાકિસ્તાની વ્યક્તિ નસરુલ્લા સાથે ફેસબુક પર મિત્રતા થઇ હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.
ADVERTISEMENT
અંજૂના લગ્ન થઇ ચુક્યા છે અને તે પણ બે બાળકોની માતા છે. અંજૂનો જન્મ ઉત્તરપ્રદેશના કૈલોર ગામમાં થયો હતો. તે રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી હતી. તે પોતાના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ઉપરી દીર જિલ્લામાં છે. અંજૂએ સોમવારે પાકિસ્તાનથી પોતાનો વીડિયો સંદેશ પણ આપ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો કે તે ટુંક જ સમયમાં ભારત પરત ફરશે.
વિઝા લઇને પાકિસ્તાન ગઇ છે અંજૂ
અંજૂએ વીડિયોમાં કહ્યું કે, હું કાયદેસર રીતે વિઝા લઇને પાકિસ્તાન ગઇ છું. અહીં હું સુરક્ષીત છું અને મને કોઇ જ સમસ્યા નથી. હું થોડા જ દિવસોમાં પરત આવીશ. મારી મીડિયાને અપીલ છે કે મારા પરિવાર અને બાળકોને પરેશાન કરવામાં ન આવે. અંજૂ પાકિસ્તાન લીગલ વિઝા લઇને ગઇ છે. તેના વિઝાનો સમયગાળો પુર્ણ થયા બાદ 20 ઓગસ્ટે સ્વદેશ પરત આવશે. આ માહિતી અંજૂએ પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને પણ સોમવારે આપી હતી. નસરુલ્લાએ અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાના દાવાને પણ નકાર્યો હતો.
નસરુલ્લાએ કહ્યું લગ્નનું કોઇ જ આયોજન નહી
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર નસરુલ્લાએ કહ્યું કે, તેના અંજૂ સાથે લગ્ન કરવાનો કોઇ જ વિચાર નથી. પાકિસ્તાનના દીર જિલ્લાના એસપીએ કહ્યું કે, 21 ઓગસ્ટે અંજૂ પાકિસ્તાન પરત જતી રહેશે. અમે તેમની સુરક્ષામાં પોલીસ તહેનાત કરી છે.
ફેસબુક પર થઇ હતી મિત્રતા
નસરુલ્લા અને અંજૂની મિત્રતા 2019 માં ફેસબુક દ્વારા થઇ હતી. નસરુલ્લાએ કહ્યું કે, અંજૂ પાકિસ્તાન આવી છે. અમારું લગ્નનું કોઇ પ્લાનિંગ નથી. અંજૂ મારા ઘર પરિવારના લોકોની સાથે જ અન્ય રૂમમાં રહે છે. તે અન્ય મહિલાઓ સાથે અલગ રૂમમાં જ સુવે છે. પાકિસ્તાનના આંતરિક મંત્રાલયના રિપોર્ટ અનુસાર પાંચ ભાઇઓમાં સૌથી નાનો છે નસરુલ્લા. શેરિંગલ ખાતેની યુનિવર્સિટીમાં વિજ્ઞાન શાખામાં સ્નાતક છે. તંત્ર દ્વારા તેને પુરતી સુરક્ષા આપવામાં આવી છે. પશ્તુક બહુલ ગામના લોકોની ઇચ્છા છે કે, અંજૂ સુરક્ષીત ભારત પરત ફરે કારણ કે આ ઘટનાને કારણે તેના સમુદાયની બદનામી થઇ શકે છે. અંજૂનો પતિ રાજસ્થાન નિવાસી અરવિંદે તેને આશા વ્યક્ત કરી છે કે, ટુંક જ સમયમાં તેની પત્ની પરત ફરશે.
ADVERTISEMENT