Pneumonia Cases In India: ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયા (એમ ન્યુમોનિયા)ના 7 કેસ દિલ્હી એમ્સમાં સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે નોંધાયા છે. AIIMSએ જ્યારે આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું ત્યારે આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયા વિશે જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
PCR અને IgM એલિસા ટેસ્ટથી સામે આવી હકીકત
લેન્સેટ માઈક્રોમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, કેસની જાણકારી સંક્રમણના શરૂઆતના તબક્કામાં કરાયેલા પીસીઆર (PCR) રિપોર્ટના માધ્યમથી મેળવી લેવાઈ હતી અને છ કેસની જાણકારી આઈજીએમ (IGM) એલિસા તપાસના માધ્યમથી મેળવવામાં આવી હતી. PCR અને IgM એલિસા ટેસ્ટનો પોઝિટિવિટી રેટ 3 અને 16% હતો.
…કેસ ગંભીર પણ હોઈ શકે છેઃ ડૉ. રામ ચૌધરી
તમને જણાવી દઈએ કે દિલ્હી એઈમ્સ માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયાના પ્રસાર પર નજર રાખવા માટે વૈશ્વિક સંઘનો એક ભાગ છે. દિલ્હી AIIMSના માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ પ્રમુખ અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રામ ચૌધરીએ જણાવ્યું કે, એમ ન્યુમોનિયાને 15-20% કમ્યુનિટી નુયૂમોનિયાનું કારણ માનવામાં આવે છે. ડો.ચૌધરીએ જણાવ્યું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને શ્વોકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે.
‘ભારતે ધ્યાન આપવું જોઈએ’
તેમણે આ વાત પર ભાર આપ્યો કે, ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના રિપોર્ટમાં જણાવવામાં કહેવામાં આવ્યું છે કે, જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે, ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે.
ADVERTISEMENT