- કર્ણાટકમાં કૃ઼ષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન પ્રતિમા મળી આવી.
- અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમા જેમ આ મૂૂર્તિમાં પણ વિષ્ણુના દશાવતાર કોતરેલા છે.
- આર્કિયોલિજિસ્ટ મુજબ પ્રતિમા 11 કે 12મી સદીની હોઈ શકે છે.
Ayodhya Mandir: કર્ણાટકના રાયચુર જિલ્લામાં સ્થિત કૃષ્ણા નદીમાં ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રતિમા તાજેતરમાં અયોધ્યામાં સ્થાપિત શ્રી રામની પ્રતિમાને મળતી આવે છે. પ્રતિમાને જોઈને એવું માનવામાં આવે છે કે તે 11મી કે 12મી સદીની હોઈ શકે છે. કૃષ્ણા નદીમાં મળેલી ભગવાન વિષ્ણુની આ મૂર્તિમાં પ્રભામંડળની આસપાસ દશાવતાર કોતરેલા છે.
ADVERTISEMENT
ભગવાન વિષ્ણુની પ્રાચીન પ્રતિમા
નદીમાં મળેલી ભગવાન વિષ્ણુની પ્રાચીન પ્રતિમા જોવામાં ખૂબ જ અદ્ભુત છે. હજારો વર્ષ જૂની આ મૂર્તિની રૂપરેખા અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામની મૂર્તિને બરાબર મળતી આવે છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કૃષ્ણા નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિની સાથે હજારો વર્ષ જૂનું શિવલિંગ પણ મળી આવ્યું છે.
આર્કિયોલોજિસ્ટે શું કહ્યું?
આર્કિયોલોજી લેક્ચરર ડૉ.પદ્મજા દેસાઈએ મીડિયાને ભગવાન વિષ્ણુની મૂર્તિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મૂર્તિ કોઈ પ્રાચીન મંદિરના ગર્ભગૃહનો ભાગ હોઈ શકે છે. મંદિરોમાં થયેલી તોડફોડથી બચાવવા માટે આ મૂર્તિને કૃષ્ણ નદીમાં ફેંકી દેવાઈ હશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મૂર્તિના નાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
શું છે મૂર્તિની વિશેષતા?
મૂર્તિની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે આ મૂર્તિમાં વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમના ચાર હાથ છે. તેમના બે ઉપલા હાથ ‘શંખ’ અને ‘ચક્ર’ ધરાવે છે, જ્યારે તેમના બે નીચેના હાથ (‘કટી હસ્ત’ અને ‘વરદા હસ્ત’) આશીર્વાદ આપવા માટે સ્થિતિમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૂર્તિ પર ગરુડનું કોઈ નિરૂપણ નથી. જ્યારે વિષ્ણુની મૂર્તિમાં ગરુડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભગવાન વેંકટેશ્વર જેવી છે. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન વિષ્ણુને શણગાર ગમે છે, તેથી તેમને માળા અને ઘરેણાંથી શણગારવામાં આવ્યા છે.
ADVERTISEMENT