પટના : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર સમય પહેલા લોકસભા ચૂંટણી કરાવી શકે છે. નીતીશે કહ્યું કે, ભાજપ સરકાર પર ભરોસો ન કરી શકાય. તેઓ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણી આયોજીત કરી શકે છે. તેમણે કહ્યું કે, ભાજપે સીજેઆઇને ભારતની ચૂંટણી આયુક્તની પસંદગી કરનારી કમિટીમાંથી પણ હટાવી દીધા છે. મમતાએ દાવો કર્યો કે, ભાજપે 2024 ની ચૂંટણી પહેલા જ દેશના તમામ હેલિકોપ્ટર પણ બુક કરી લીધા છે.
ADVERTISEMENT
આ અગાઉ નીતીશ કુમારે સંજોજક બનવાનો ઇન્કાર કરી દીધો હતો
નીતીશ કુમારે સોમવારે કહ્યું કે, મને વિપક્ષી ગઠબંધનના સંયોજક નતી બનાવતા. સંયોજક અન્ય કોઇ બનશે. અમારા પ્રયાસ બધાને એક સુત્રતાથી બાંધવાની છે. નીતીશના ઇન્કાર બાદ જદયુએ સલાહ આપી કે INDIA ગઠબંધનના સંયોજક કોંગ્રેસમાંથી હોવા જોઇએ. ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે.
બે દિવસ બાદ મુંબઇમાં ગઠબંધન બેઠક
INDIA ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇમાં થવાની છે. બેંગ્લુરૂની બેઠક બાદ INDIA Parties મુંબઇમાં આગળની રણનીતિ તૈયાર કરશે. બે બેઠક બાદ મુંબઇની બેઠક સૌથી મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેમાં ગઠબંધનના સંયોજકથી માંડીને સીટ વહેંચણી સુધીના તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા થશે.
બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે
– INDIA ગઠબંધનના લોકોનું અનાવરણ થશે.
– કન્વીનર અથવા કોઓર્ડિનેટર પસંદ કરવામાં આવશે
– કોઓર્ડિનેશન કમિટી પર મહોર લાગી શકે છે, જો કે એક જુથનું માનવું છે કે, હાલ કોઓર્ડિનેશન કમિટી માટે ઉતાવળ કરવી યોગ્ય નથી
– દિલ્હીમાં હેડ ઓફીસ અંગે ચર્ચા
– INDIA ના પ્રવક્તાઓ અંગે ચર્ચા, જેથી ગઠબંધન એક સુરમાં રહે.
– ભવિષ્યમાં રેલી અને જનતા સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર આંદોલનની પદ્ધતી તૈયાર છે
– અન્ય દળોને સાથે લાવવા અંગે પણ ચર્ચા થશે
– આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઇ પ્રકારના ગઠબંધન આગળ વધશે, આ મુદ્દા પર પણ ચર્ચા થઇ શકે છે
– સીટ શેરિંગ અંગે ચર્ચા થશે.
ADVERTISEMENT