આગરા : તાળુ બનાવનારી એક અલીગઢની કંપનીને 400 કિલોગ્રામનું એક તાળુ બનાવ્યું છે. જે લગભગ 10 ફુટ ઉંચુ અને 4.6 ફુટ પહોળું છે. આ તાળાની જાડાઇ 9.5 ઇંચનું છે. રામ મંદિરમાં અયોધ્યા તાળુ બનાવનારા સત્ય પ્રકાશ શર્મા તેને વિશ્વનું સૌથી મોટું હસ્તનિર્મિત તાળુ ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
તાળામાં ભગવાન રામની વિશાળ મુર્તિ છે
આ તાળાની ખાસિયત છે કે, આ તાળામાં ભગવાન રામનું ચિત્ર છે અને તેની કિંમત આશરે 2 લાખ રૂપિયાની આસપાસ છે. શર્મા હવે આ તાળાને રામ મંદિરને ભેટ તરીકે આપવા માંગે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેને ભવ્ય મંદિરના મેદાનમાં મુકી શકે. શર્માના અનુસાર હું બાળપણથી જ તાળા બનાવી રહ્યો છું. તે પોતાના ઘરની બહાર એક તાળાની દુકાન ધરાવે છે. તેઓએ કહ્યું કે, મંદિર બનવવાની જાહેરાત થઇ ત્યારે મને વિચાર આવ્યો કે એક વિશાળ તાળુ પણ બનાવવું જોઇએ.
તાળા અંગે ટ્રસ્ટે કર્યો મહત્વનો નિર્ણય
જેથી મે મારા સ્વપ્ન પર કામ કરવાનું શરૂ કર્યું. હાલ આ તાળુ પોતાના અંતિમ તબક્કામાં છે. જો કે હવે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા છે જે તેમને પિત્તળ ખરીદવા અને સ્ટીલ ખરીદવામાં મદદ કરી શકે. હાલ તો આ તાળુ દુકાનની બહાર મુકવામાં આવ્યું છે. જેથી લોકો આ તાળાને જોઇ શકે. જો કે આ અંગે રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, આ અંગે હાલ વિચાર કરવામાં આવશે. ટ્રસ્ટ અને અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
ADVERTISEMENT