LIC ના રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા, SBI ને 27 હજાર કરોડ રૂપિયાનો ફાયદો

Top-10 Firms Market Value : ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 71,000 કરોડથી વધુનો ઘટાડો થયો હતો. તે જ સમયે, એસબીઆઈના શેરમાં વધારાને કારણે, બેંકના રોકાણકારોને મોટો નફો થયો છે.

LIC ને થયું આર્થિક નુકસાન

LIC Investers

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

SBI ના રોકાણકારો થયા માલામાલ

point

ટોચની છ કંપનીઓને 71 હજાર કરોડનું નુકસાન

point

SBI આખુ અઠવાડીયું પ્લસમાં જ રહી હતી

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈના શેરમાં વધારો ચાલુ છે. ગયા અઠવાડિયે, તેમાં તોફાની વધારો થયો હતો. જેની અસર બેંકની માર્કેટ મૂડી (SBI માર્કેટ કેપ) પર પણ જોવા મળી હતી. સેન્સેક્સની ટોપ-10 મૂલ્યવાન કંપનીઓમાં સામેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહે તેના રોકાણકારો માટે મોટો નફો કર્યો છે. પાંચ ટ્રેડિંગ દિવસોમાં SBI રોકાણકારોની સંપત્તિમાં રૂ. 27000 કરોડનો વધારો થયો છે. બીજી તરફ દેશની સૌથી મોટી વીમા કંપની LICને મોટી રકમનું નુકસાન થયું છે.

ટોચની છ કંપનીઓને રૂ. 71000 કરોડનું નુકસાન થયું હતું

ગયા અઠવાડિયે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30-શેર સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તપણે રૂ. 71,414.03 કરોડનો ઘટાડો નોંધાયો હતો. તેમાં એલઆઈસીથી લઈને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ હોવા છતાં, બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગયા અઠવાડિયે 831.15 પોઈન્ટ અથવા 1.16 ટકા વધ્યો હતો. જે ચાર કંપનીઓએ તેમના રોકાણકારો પર નાણાંનો વરસાદ કર્યો તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, HDFC બેંક અને ICICI બેંકનો સમાવેશ થાય છે. સામૂહિક રીતે તેમના માર્કેટ કેપમાં રૂ. 62,038.86 કરોડનો વધારો થયો છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 831.15 પોઈન્ટ અથવા 1.16 ટકા વધ્યો હતો.

SBI આખા સપ્તાહ દરમિયાન મોખરે

SBI તેના રોકાણકારો માટે આવકની દ્રષ્ટિએ મોખરે રહ્યું અને ટ્રેડિંગના પાંચ દિવસ દરમિયાન, SBI માર્કેટ કેપ રૂ. 27,220.07 કરોડ વધીને રૂ. 6,73,585.09 કરોડ થયું. નોંધનીય છે કે ગયા અઠવાડિયે SBIના શેર રોકેટની ઝડપે દોડતા તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. શુક્રવારે, SBIનો શેર રૂ. 763.90 ના સ્તરે ખૂલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે રૂ. 753.15 જેટલો નીચો ગયો હતો અને રૂ. 774.70ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

LIC સહિતની આ કંપનીઓએ નાણાં ગુમાવ્યા

ગયા અઠવાડિયે જે કંપનીઓના રોકાણકારોએ નાણાં ગુમાવ્યા તેમાં LIC પ્રથમ સ્થાને છે. વીમા કંપનીનું માર્કેટ કેપ રૂ. 26,217.12 કરોડ ઘટીને રૂ. 6,57,420.26 કરોડ થયું હતું. આ ઉપરાંત, દેશની સૌથી મોટી IT કંપની TCSનું MCap રૂ. 18,762.61 કરોડ ઘટીને રૂ. 14,93,980.70 કરોડ થયું હતું, ITCનું બજારમૂલ્ય 13,539.84 કરોડ ઘટીને રૂ. 5,05,092.18 કરોડ થયું હતું. જ્યારે હિન્દુસ્તાન યુનિવરનું માર્કેટ કેપ (HUL) MCap રૂ. 11,548.24 કરોડ ઘટીને રૂ. 5,58,039.67 કરોડ થયો હતો.

ભારતી એરટેલનું માર્કેટ કેપ (Airtel MCap) ગયા સપ્તાહે રૂ. 703.60 કરોડ ઘટીને રૂ. 6,30,340.9 કરોડ થયું હતું. જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 642.62 કરોડ ઘટીને રૂ. 19,76.49 કરોડ થયું હતું. નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ (રિલાયન્સ MCap)નું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 20 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું હતું, જે અત્યાર સુધીની કોઈપણ ભારતીય કંપની માટે રેકોર્ડ છે.

નંબર-1 કંપની અંબાણીની રિલાયન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ઘટાડો થયો હોવા છતાં મુકેશ અંબાણીની કંપની દેશની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને રહી. RIL, TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, Infosys, SBI, LIC, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) પછી ITC નું સ્થાન રહ્યું.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp