ડેમ તુટ્યો અને એવું ભયાનક પુર આવ્યું કે આખુ શહેર ડુબી ગયું, ગાડીઓ બિલ્ડિંગો પર ચડી ગઇ

નવી દિલ્હી : આ તસ્વીરમાં તમે જે શહેર જોઇ રહ્યા છો તેનું નામ છે ડર્ના. લીબિયાનું શહેર છે. પાછળ પહાડો છે જ્યાં બંધ તુટી ગયો.…

Flood in Libiya 2023

Flood in Libiya 2023

follow google news

નવી દિલ્હી : આ તસ્વીરમાં તમે જે શહેર જોઇ રહ્યા છો તેનું નામ છે ડર્ના. લીબિયાનું શહેર છે. પાછળ પહાડો છે જ્યાં બંધ તુટી ગયો. ફ્લેશ ફ્લડ આવ્યું અને ઘર, ગાડી, માણસો, જાનવર રસ્તામાં જે કાંઇ પણ આવ્યું તે સીધુ જ વહીને ભૂમધ્ય સાગરમાં જઇ પડ્યું. લીલારંગના સમુદ્ર અનેક કિલોમીટર સુધી આ સમયે ભુરા રંગનો દેખાઇ રહ્યો છે.

બંધ તુટવાના કારણે આવેલી પાણીની લહેર એટલી ઝડપી હતી કે ગાડીઓને ઉઠાવીને ઘરની છતો પર પહોંચાડી દીધું. આ તસ્વીરમાં તો જે દેખાઇ રહ્યું છે તે ખુબ જ હૃદય દ્રાવક છે. ડર્ના શહેરના ઘરો કીચડથી ભરાયેલું છે. લોગો ગભરાયેલા છે અને કિચડમાંથી તેમના પાડોશીઓના ઓળખીતા લોકોના શબ નિકળી રહ્યા છે. સતત લોકોના શબ નિકળી રહ્યા છે.

અહીં આ તસ્વીરમાં તમને ડર્ના શહેરના કિનારે જેસીબી મશીનથી સફાઇ કરતા લોકો દેખાઇ રહ્યા છે. જો કે લાલ ઘેરામાં તમને જે ગાડીઓ દેખાઇ રહી છે તે શહેરમાંથી વહીને સમુદ્રમાં આવી ચુકી છે. સેંકડો ગાડીઓની તો કોઇ માહિતી જ નથી. આ જ પ્રકારે અનેક લોકોના શબ પણ હજી સુધી ગુમ છે. તે પણ સમુદ્રમાં સમાઇ ગયા હોય તેવી ભીતી છે.

આ મહિલાનું નામ સબરીન ફરહત બેલીલ છે. અહીં તેના ભાઇનું ઘર હતું. હવે માત્ર કાટમાળ જ બચ્યો છે. તે ઘર જોઇને રડી રહી છે. પોતાના પરિવારના લોકોને શોધી રહી છે. તેનો પોતાનો ભાઇ, ભાભી અને પાંચ બાળકોને ગુમાવી દીધી છે. જો કે તેને તે પૈકી એકનું પણ શબ હજી સુધી નથી મળ્યું. ડર્ના શહેરની વસ્તી સવા લાખ છે. જેમાંથી અડધા તો લગભગ ખતમ થઇ ચુક્યા છે.

હાલના સમયે સૌથી મોટો ખતરો બીમારીઓનો ફેલાવો ન થાય તે છે. દર સ્થળ પર દવાઓ છાંટવામાં આવી રહી છે. હવે લોકોનો ડર એ છે કે તેઓ આ શહેરમાં રહે કે છોડીને ક્યાંય બીજે જતા રહે. કારણ કે બીજે ક્યાંક જવામાં પણ ખતરો છે. યુદ્ધના સમયમાં લીબિયામાં ચારો તરફ બારુદી સુરંગો બિછાવેલી છે. જે આ પ્રચંડ પ્રલયકારી પુરમાં વહીને જ્યાં ત્યાં ફેલાઇ ચુકી છે.

સંયુક્ત રાષ્ટ્રની ઓફીસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) ના અનુસાર ડર્નામાં અત્યાર સુધીમાં 11,300 લોકોના મોતની પૃષ્ટી ઇ છે. જો કે સતત આંકડાઓમાં ફેરફાર આવી રહ્યો છે. એટલા માટે અંતિમ ગણત્રી સુધીનો કોઇ યોગ્ય ડેટા આપી શકાય તેમ નથી. કારણ કે સતત લોકોના શબ મળી રહ્યા છે. હજી પણ લોકોની શોધખોળ ચાલી રહી છે.

1000 થી વધારે લોકોને દફનાવાઇ ચુક્યા છે. 150 થી વધારે લોકો તો પાણીની સાથે આવેલા ઝેરી તત્વોના કારણે મરી ગયા. લીબિયાના સ્વાસ્થયમંત્રીઓનું કહેવું છે કે, 3283 લોકો મોત થઇ ચુક્યા છે. WHO મોતની સંખ્યા 3922 કહી રહી છે. અત્યાર સુધી યોગ્ય આંકડા નથી આવ્યા, પરંતુ જે પ્રકારની આપદા આવી છે તેમાં હજારો લોકોના મોત થયા છે.

બેનગાજીથી આવેલા મેડિકલ વિદ્યાર્થીઓ સમગ્ર ડર્ના શહેરમાં બીમારિઓથી બચવા માટે દવા છાંટી રહ્યા છે. તેઓ તબાહી જોઇને પોતે ગભરાઇ રહ્યા છે. કામ કરતા કરતા થાકી ગયેલા આરામ કરી રહ્યા છે. ફરી એકવાર દવાઓ છાંટવા નિકળી જાય છે. રસ્તાના કિનારાઓને સાફ કરી દેવાયા છે.

ઓછામાં ઓછા 891 ઇમારતો આ ફ્લેશ ફ્લડમાં ખતમ થઇ ચુકી છે. ડર્ના શહેરના મેયરનું કહેવું છે કે ઓછામાં ઓછા 20 હજાર લોકો તો મરાયા છે. સરકારી કર્મચારી મોહમ્મદ અલનાજી બુશહરટિલાએ કહ્યું કે, તેના પરિવારમાં 48 લોકો હતા. જો કે આજે કોઇ નથી મળી રહ્યું. સમજાઇ નથી રહ્યું કે હું શું કરૂ. ક્યાં જાઉ અને કોને શોધું?

માલ્ટાથી ગયેલી રેસક્યુની ટીમને ડર્ના શહેરના કિનારાના સેંકડો લોકોના શબ મળ્યા છે. આ ટીમના પ્રમુખ નટાલિયો બેજિનાએ કહ્યું કે, ઓછામાં ઓછા 400 લોકોના શબ અમે કિનારે પડેલા જોયા. અમે 72 લોકોની ટીમ લગાવી છે. તેમાં બાળકો અને મહિલાઓ પણ છે. આ કિનારે બનેલી સમુદ્રી ગુફામાંથી મળ્યા છે.

સેટેલાઇટ તસ્વીરો અનુસાર ડેમ ખાલી હતા. ગત્ત 20 વર્ષથી તેની સારસંભાળ નહોતી થઇ રહી. સમસ્યા ખાલી ડેમ નહી પરંતુ તેની સારસંભાળ સામે હતી. ડેનિયલ તુફાને એટલું પાણી ભરી દીધું કે જુનો અને નબળો બંધ તેને સંભાળી શક્યું નહોતું. બંધ તુટ્યું અને તેના નીચે વસેલું ડર્ના શહેરને બરબાદ કરી દીધું.

બંન્ને બંધોને કોન્ક્રીટથી બનાવી દેવાયું હતું. તેને ગ્લોરી હોલ પણ હતું. જેથી પાણી ઓવરફ્લો ન થાય. જો કે તેમાં લાકડાઓ ફસાઇ ગયા હતા અને તે બંધ થઇ ગયું હતું. મેઇન્ટેનન્સ પર કોઇએ ધ્યાન નથી આપ્યું. કચરો જામ થતો જ રહ્યો. જેના કારણે બંધમાં ઝડપથી પાણી ભરાતું જ રહ્યું. ડેનિયલ તોફાન સતત એક અઠવાડીયા સુધી પાણી વરસાવતો રહ્યો.

ડર્નાનું સ્થાનિક તંત્ર આ બાબતે તૈયાર નહોતું. તોફાન આવ્યું તો પહેલા મોટો ડેમ ભરાયો. જ્યારે આ પાણીની માત્રા સંભાળી શકી નહોતી તો પાણી તેના પરથી વહેવા લાગ્યું. થોડા સમયમાં તે તુટી ગયો. એક સાથે 1.08 કરોડ ટન પાણી નીચે તરફ વધ્યું. આટલા પાણીને નિચલા વિસ્તારવાળા ડેમને રોકવાની શક્તિ નહોતી.

    follow whatsapp