કેજરીવાલ સરકારની વધી મુશ્કેલીઓ: LGએ આપ્યો વધુ એક તપાસનો આદેશ, નકલી દવાઓ ખરીદવાનો છે આરોપ

કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. કથિત દારૂ કૌભાંડમાં ઘણા નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં…

gujarattak
follow google news

કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. કથિત દારૂ કૌભાંડમાં ઘણા નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આપ્યા છે. આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

LGએ CBI તપાસના આદેશ આપ્યા

દિલ્હીની સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસના આદેશ આપ્યા છે. એવો આરોપ છે કે આ હોસ્પિટલોએ દવાઓ ખરીદવામાં બેદરકારી દાખવી અને આ દવાઓ સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગમાં ફેલ ગઈ હોવાનું સામે આવ્યું છે.

દવાઓ ટેસ્ટિંગમાં ફેલઃ રિપોર્ટ

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારની હોસ્પિટલોમાં આ દવાઓને લઈને વિજિલન્સ વિભાગ (vigilance department)ના રિપોર્ટ પર દિલ્હીના LG વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે આ દવાઓની જ્યારે સરકારી અને પ્રાઈવેટ લેબમાં તપાસ કરવામાં આવી ત્યારે દવાઓ નિર્ધારિત માપદંડો પર ખરી ન ઉતરી, જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવામાં લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર એકવાર ફરી મુશ્કેલીઓમાં ફસાતી જોવા મળી રહી છે.

કથિત દારૂ કૌભાંડમાં ચાલી રહી છે તપાસ

આપને જણાવી દઈએ કે, હાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે પણ ઘણા નેતાઓ તપાસના દાયરામાં છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. મનીષ સિસોદિયાની 19 જાન્યુઆરી સુધી અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રીજીવાર સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા પણ બે વાર તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જોકે, તેઓ હાજર થયા નહોંતા.

    follow whatsapp