18 નવેમ્બરથી LLCની શરૂઆત…વંદે ભારત ટ્રેનમાં ટ્રોફી સાથે 17 રાજ્યોનો પ્રવાસ કરશે દિગ્ગજ ખેલાડીઓ

Yogesh Gajjar

• 07:00 AM • 08 Nov 2023

  Legends League Cricket Trophy Tour: લિજેન્ડ્સ લીગ ક્રિકેટે ભારતીય રેલવેની સાથે મળીને એક રાષ્ટ્રીય અભિયાન (National Campaign)નું એલાન કર્યું છે. ખરેખર લિજેન્ડ્સ લીગ ક્રિકેટ…

gujarattak
follow google news

 

Legends League Cricket Trophy Tour: લિજેન્ડ્સ લીગ ક્રિકેટે ભારતીય રેલવેની સાથે મળીને એક રાષ્ટ્રીય અભિયાન (National Campaign)નું એલાન કર્યું છે. ખરેખર લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટ્રોફીને 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લઈ જવામાં આવશે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટ્રોફી તેના આ અભિયાનની શરૂઆત 8 નવેમ્બર 2023ના રોજ વંદે ભારત એક્સપ્રેસની સાથે કરશે. ક્રિકેટના દિગ્ગજોની સાથે ક્રિકેટ પ્રેઓમી દેશના સૌથી ફાસ્ટ ટ્રેન નેટવર્ક વંદે ભારત એક્સપ્રેસના માધ્યમથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનશે.

રેલવે મંત્રીએ વ્યક્ત કરી ખુશી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “અમે વંદે ભારતમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ અને દિગ્ગજ ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ અને સમગ્ર દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની આ અવિશ્વસનીય યાત્રા માટે તત્પર છીએ.” તેમણે જણાવ્યું કે, દેશના દરેક ખૂણામાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની આ અનોખી પહેલ છે. પહેલમાં ક્રિકેટર ક્રિસ ગેલ, શ્રીસંત અને વોટસન જેવા ટોચના દિગ્ગજો વંદે ભારત એક્સપ્રેસમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટ્રોફી સાથે પ્રવાસ કરશે.

ઘણા દિગ્ગજો થશે સામેલ

આ અભિયાનમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભારતીય રેલવેની ટીમ આ યાત્રાનો ભાગ બનશે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં દેશભરની ખ્યાતનામ ખેલ હસ્તીઓ પણ ભાગ લેશે, જેના કારણે આ યાત્રા ભવ્ય બનવાની આશા છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટના પ્રેસિડેન્ટ વિવેક ખુશાલનીએ જણાવ્યું હતું કે, અમને આપણા દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિષ્ઠિત વંદે ભારત સાથે ભાગીદારી કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એલએલસી ટ્રોફીની સાથે સમગ્ર દેશભરમાં ક્રિકેટના દિગ્ગજોનો પ્રવાસ કરવો એ સન્માનની વાત છે.

સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અનોખી પહેલઃ રમણ રહેજા

લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ રમણ રહેજાએ જણાવ્યું હતું કે, અમે ભારતીય રેલવે સાથેના આ અનોખા સહયોગને લીલી ઝંડી બાતીવી છે, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ચાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશના દરેક ખૂણામાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ એક અનોખી પહેલ છે. ગેલ, શ્રીસંત અને વોટસન જેવા ટોચના દિગ્ગજ કલાકારો એલએલસી ટ્રોફી સાથે વંદે ભારત એક્સપ્રેસમાં દેશવ્યાપી પ્રવાસ શરૂ કરશે.

આ દિગ્ગજો પણ થશે સામેલ

આ અનોખા અભિયાનમાં ગૌતમ ગંભીર, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, એસ શ્રીસંત, પાર્થિવ પટેલ, શેન વોટસન, પ્રવીણ કુમાર, ઝુલન ગોસ્વામી જેવા દિગ્ગજ ખેલાડીઓને સામેલ થશે.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટનું શેડ્યૂલ શું છે?

તમને જણાવી દઈએ કે, લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી આવૃત્તિ 18 નવેમ્બરથી રમાશે. તો આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 9 ડિસેમ્બરે રમાવાની છે. આ ટુર્નામેન્ટની મેચો રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિઝાગ અને સુરતમાં યોજાશે.

    follow whatsapp