ન્યુ દિલ્હી: વિશ્વભરમાં ટેનિસ દ્વારા પોતાની ઓળખ બનાવનાર અમેરિકાની મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. વોગના સપ્ટેમ્બર અંકના કવર પર દેખાયા બાદ 40 વર્ષીય ટેનિસ દિગ્ગજ ઇન્સ્ટાગ્રામ પર નિવૃતિની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે કહ્યું હતું કે જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે અલગ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે છે. જ્યારે તમે કોઈ વસ્તુને ખૂબ પ્રેમ કરો છો ત્યારે તે સમય હંમેશા મુશ્કેલ હોય છે. મારી ભલાઈ એ છે કે હું ટેનિસનો આનંદ માણું છું. પરંતુ હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે અલગ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે છે. જ્યારે તમે કોઈ વસ્તુને ખૂબ પ્રેમ કરો છો ત્યારે તે સમય હંમેશા મુશ્કેલ હોય છે. મને ટેનિસની મજા આવે છે. પરંતુ હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારે માતા બનવા પર, મારા આધ્યાત્મિક ધ્યેયો પર અને અંતે અલગ, પરંતુ ફક્ત આકર્ષક સેરેનાની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. હું આવનારા થોડા અઠવાડિયાનો આનંદ માણીશ.
મહિલા ટેનિસ ગ્રેટ સેરેના વિલિયમ્સે યુએસ ઓપનમાં શાનદાર પ્રદર્શન કરતા તેની કારકિર્દીમાં કુલ 6 વખત આ ખિતાબ જીત્યો હતો. તેણે વર્ષ 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો . આ સાથે જ તે 23 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા પણ રહી ચૂકી છે. જોકે, કેટલાક સમયથી તે ઈજાગ્રસ્ત હતી અને ટેનિસ કોર્ટ પર તેનું ફોર્મ પણ ખરાબ રહ્યું હતું. તેના ખરાબ ફોર્મના કારણે તેની નિવૃત્તિની ચર્ચા ઘણા સમયથી સમાચારોમાં ચાલી રહી હતી. અંતે આજે તેમણે ઇન્સ્ટ ગ્રામ પર નિવૃતિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT