PM ઠારીને આવ્યા ત્યાં કાયદા મંત્રીએ નવો પલિતો ચાપ્યો, જજોએ ચૂંટણી નથી લડવાની હોતી

અમદાવાદ : તીસ હજારી કોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં દિલ્હી બાર એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદામંત્રી કિરેન રિજિજુ પણ હાજર રહ્યા…

gujarattak
follow google news

અમદાવાદ : તીસ હજારી કોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં દિલ્હી બાર એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદામંત્રી કિરેન રિજિજુ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ફરી એકવાર ન્યાયપાલિકા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રિજિજુએ કહ્યું કે, જજ બન્યા બાદ લોકો જજને સવાલ નથી પુછતા પરંતુ અમને લોકો ચૂંટીને મોકલે છે માટે અમને સવાલ પુછે છે.

જનતા જજોને નહી અમને સવાલો કરે છે
જનતાએ સરકારને સવાલો પુછવા પણ જોઇએ. તેમનો હક પણ છે જનતા સરકારને સવાલ નહી પુછે તો કોણ પુછશે? પરંતુ એકવાર જજ બન્યા બાદ તેમને કોઇ ચૂંટણી લડવાની હોતી નથી. તેમને જનતા સામે જવાનું પણ નથી હોતું. જનતા તેમને સવાલ પણ નથી પુછતી. જો કે હવે લોકો શિક્ષિત બન્યા છે અને ચુકાદો આપનારા જજ અંગે તેમને માહિતી હોય છે.

જજો બાદ મીડિયાને પણ ભાંડવાનું શરૂ કર્યું
હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે લોકોથી કંઇ પણ છુપાવવું મુશ્કેલ છે. આ પ્રસંગે રિજિજુએ મીડિયાની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, જજોની નિયુક્તિ અંગે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે મતભેદને ખુબ મોટુ અને ઉગ્ર સ્વરૂપ આપીને મીડિયા રજુ કરી રહ્યું છે. જેના કારણે મતભેદ વધી રહ્યા છે જ્યારે સ્થિતિ એક હેલ્ધી વાતાવરણ વચ્ચે ચર્ચાની છે. જ્યારે મીડિયામાં એવો હાઇપ અપાઇ રહ્યો છે કે દેશની બે મહત્વની પાલિકાઓ તલવારો ખેંચીને એકબીજા સામે ઉભી છે.

    follow whatsapp