Launch Of ISRO's INSAT 3D Satellite: ભારતનો અતિ અદ્યતન હવામાન ઉપગ્રહ INSAT-3DS 17 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 5:35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. INSAT-3DS ઉપગ્રહ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) ના બીજા લોન્ચ પેડ પરથી GSLV-F14 રોકેટનો ઉપયોગ કરીને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ શ્રેણીનો આ ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે.
ADVERTISEMENT
પ્રક્ષેપણમાં ત્રણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી
આ પ્રક્ષેપણમાં ત્રણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. પહેલી કે GSLVની આ 16મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની આ 10મી ફ્લાઇટ અને સ્વદેશી ક્રાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ ફ્લાઇટ હશે. લોન્ચ કર્યા પછી, GSLV-F14 રોકેટે INSAT-3DS ઉપગ્રહને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચાડી દીધો છે. ત્યારબાદ સેટેલાઇટની સોલાર પેનલ પણ ખુલી ગઈ છે. મતલબ કે હવે ઈસરોનો આ ઉપગ્રહ સૂર્યમાંથી મળતા પ્રકાશમાંથી ઊર્જા મળતી રહેશે.
#WATCH | Andhra Pradesh: ISRO launches INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), from Satish Dhawan Space Centre in Sriharikota.
(Source: ISRO) pic.twitter.com/kQ5LuK975z
— ANI (@ANI) February 17, 2024
આ સેટેલાઇટ શું કામ કરશે?
- વિવિધ સ્પેક્ટ્રલ તરંગલંબાઇ દ્વારા પૃથ્વીની સપાટી, મહાસાગર અને પર્યાવરણનું નિરીક્ષણ કરવું.
- વાતાવરણના વિવિધ મોસમી પરિમાણોની ઊભી રૂપરેખાઓ આપવા.
- અલગ-અલગ જગ્યાએથી ડેટા ભેગો કરીને વૈજ્ઞાનિકોને આપવો.
- રાહત અને બચાવ કામગીરી દરમિયાન મદદ કરવી.
આ તમામ સાધનો ભારતમાં અને તેની આસપાસ થતા મોસમી ફેરફારો વિશે સચોટ અને સમયસર માહિતી આપે છે. આ દરેક ઉપગ્રહોએ ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રની ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરી છે. આ ઉપગ્રહોનું સંચાલન ISRO તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે. તેમને સલામત સ્થળે લઈ જઈ શકાય છે.
ADVERTISEMENT