ઈ-રિક્ષા ચાલક પર તમે પણ થઈ જશો ગુસ્સે, એવો ભાગ્યો-પોલીસ પકડી ન શકીઃ Video Viral

નવી દિલ્હીઃ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઈ-રિક્ષા ચાલક તેની રિક્ષા છોડીને ભાગતો જોવા મળી રહ્યો છે અને એક પોલીસકર્મી…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઈ-રિક્ષા ચાલક તેની રિક્ષા છોડીને ભાગતો જોવા મળી રહ્યો છે અને એક પોલીસકર્મી તેનો પીછો કરી રહ્યો છે. ડ્રાઈવર મોહલ્લાઓની સાંકડી ગલીઓમાં કેટલાય કિલોમીટર સુધી ઈ-રિક્ષા ચલાવતો રહ્યો છે. પોલીસે તેને પકડવા માટે લાખ પ્રયાસો કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ દરમિયાન ઈ-રિક્ષા ચાલકે બાઇક સવાર, સાયકલ સવારને પણ ટક્કર મારી હતી. આખરે, વીડિયોના અંતે, ડ્રાઈવર ઈ-રિક્ષાને પાછળ છોડીને ભાગી ગયો હતો. આ દરમિયાન ઈ-રિક્ષા પણ પલટી ગઈ હતી.

વીડિયો પંજાબના અમૃતસરનો
હદ તો એ હતી કે કેટલાય કિલોમીટર સુધી પીછો કરવા છતાં પોલીસ ઈ-રિક્ષા ચાલકને પકડી શકી ન હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરનાર ગગનદીપ સિંહના જણાવ્યા અનુસાર, આ વીડિયો પંજાબના અમૃતસરનો છે. પંજાબ પોલીસની નાક નીચેથી ઈ-રિક્ષા ચાલક ફરાર થઈ ગયો. પોલીસે તેને પકડવા માટે લાખો પ્રયાસ કર્યા હતા. પરંતુ, ચાલકને પકડી શકાયો ન હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઈ-રિક્ષા ચાલક નશામાં હતો.

જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’

ઘણી વગત લાગે કે બસ પકડાઈ જ ગયો…
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસે આ ઈ-રિક્ષા ચાલકને એક ચોકડી પર રોક્યો હતો. પરંતુ, તે ત્યાંથી નાસી ગયો હતો. આ દરમિયાન આ ચાલકે એક બાઇક સવારને પણ નીચે પાડી દીધો હતો. વીડિયો જોતી વખતે ઘણી વખત એવું લાગતું હતું કે આ ઈ-રિક્ષા ચાલક પોલીસના હાથે ઝડપાઈ જશે. પરંતુ, તે પછી જ તેણે ઘણી સાંકડી શેરીઓમાં ઈ-રિક્ષા દોડાવવાની ફરજ પાડી. વીડિયોના અંતે, ડ્રાઈવરે ઈ-રિક્ષા છોડી દીધી, જેના પરિણામે તે પલટી ગઈ. આ પછી ડ્રાઈવર ખૂબ જ ચાલાકીથી ભાગી ગયો હતો. વીડિયો જોતા ઘણા લોકોએ હાંસી પણ ઉડાવી હતી તો ઘણા રિક્ષા ચાલક પર નારાજ પણ થયા હતા. કારણ કે તેના ભાગવા દરમિયાન ઘણા નિર્દોષોના જીવ જોખમાં મુકાયા હતા.

‘આ મિશન ઈમ્પોસિબલ જેવું’
જો કે, આ વીડિયો પર ઘણા ટ્વિટર યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું કે તે મિશન ઈમ્પોસિબલ જેવું લાગે છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે તેણે ઈ-રિક્ષા માટે રેલ બનાવી. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે આની બાજુમાં ગેંગ્સ ઓફ વાસેપુરની ‘ચેઝ સિક્વન્સ’ પણ ફેલ થઈ ગઈ છે. બીજી તરફ કેટલાક લોકોએ તો આ ઈ-રિક્ષા ચાલકની સરખામણી ભારે ડ્રાઈવર સાથે પણ કરી હતી. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે આ વ્યક્તિની ડ્રાઇવિંગ અદ્ભુત છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp