સંજય શર્મા.નવી દિલ્હીઃ રાજનૈતિક દળોના ચૂંટણી ફંડમાં દાનની પારદર્શિતાના માટે ચાલી રહેલી ચૂંટણી બોન્ડ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જે અરજીઓ પર સુપ્રીમ કોર્ટ એપ્રિલ મહિનામાં સુનાવણી કરશે. ચૂંટણી બોન્ડ યોજના મામલાને સંવિધાન પીઠને મોકલવામાં આવશે કે નહીં? તે મુદ્દા પર સુપ્રીમ કોર્ટ 11 એપ્રિલે વિચાર કરશે.
ADVERTISEMENT
શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં જ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ , જાણો શું છે કારણ
… નહીં તો મે માં સુનાવણી કરીશુંઃ સુપ્રીમ
અરજકર્તાઓ તરફથી મામલાને સંવિધાન પીઠ પાસે મોકલવાની વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 11 એપ્રિલે તેના પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં અરજકર્તાઓના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે 2017માં જવાબ માગ્યો હતો. હવે સરકાર 2023માં જવાબ દાખલ કરવા માગે છે. આ દરમિયાન છ વર્ષ થઈ ગયા છે. પીઠે કહ્યું કે એપ્રિલ 11એ થનારી સુનાવણીમાં જો અમને આ મામલો સંવિધાન પીઠ પાસે મોકલવા યોગ્ય ન લાગ્યો તો અમે મે માં તેના પર સુનાવણી કરીશું.
12,000 કરોડના બોન્ડ ઈશ્યૂ થયાઃ દવે
દવેએ કહ્યું કે, સંવિધાન પીઠના સામે સુનાવણી થવાથી દરેકને લાભ થશે. સંવૈધાનિક ઝાકળ સાફ થશે અને પારદર્શિતા વધશે. સાથે જ આ વાત લોકતંત્રના દિલ સુધી જશે. દવેએ દલીલ કરી છે કે અત્યાર સુધી 12 હજાર કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ઈશ્યૂ થયા છે. તેનો બે તૃત્યાંસ હિસ્સો સત્તાધારી દળને જ મળ્યો છે.
મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં Z+ની જયાફત ઉડાવનાર CM ના PRO નો પુત્ર અને એક અન્યને સાક્ષી બનાવી દેવાશે
કર્ણાટકની ચૂંટણી પહેલા નિર્ણયની આશા
કર્ણાટકની ચૂંટણી હવે નજીક જ છે. તેના પર આ પહેલા જ સુપ્રીમની સ્પષ્ટતા આવી જાય તો યોગ્ય રહેશે. પરંતુ એપ્રિલમાં સુનાવણીથી હવે અરજકર્તાઓની આ અપીલ પર ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે. જોકે ચૂંટણી જાહેરાત માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતમાં જ થવાની સંભાવના છે તેથી હવે તો કોર્ટમાં સુનાવણી અને સંભવિત નિર્ણયની અસર ઓક્ટોબર નવેમ્બરમાં થનારા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમની ચૂંટણીઓ પર જ સંભવ છે.
ADVERTISEMENT