સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય આરોપી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે માત્ર એક શબ્દ કહીને સિસોદિયાને ચોંકાવી દીધા હતા.
ADVERTISEMENT
રાજ્યમાં આજે ફરી એક વાર કોરોનાએ લીધો એકનો ભોગ, વેકસીનેશન વધારી રહ્યું છે ચિંતા
હાલ જામીન આપવાનો કોઈ આધાર નથી
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલામાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સીબીઆઈ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા નથી. કોર્ટે કહ્યું કે હાલમાં જામીન આપવાનો કોઈ આધાર નથી.
ઉચ્ચ અદાલતનો દ્વાર ખટખટાવશે
કોર્ટે આદેશ વાંચતી વખતે માત્ર એક જ શબ્દ કહ્યો – ‘Dismissed’. સિસોદિયાના વકીલોએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીને આ વિશેષ અદાલતના નિર્ણયને પડકારશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT