નવી દિલ્હીઃ આજે પૃથ્વીને જીવંત રાખવા અને તેનામાં થઈ રહેલા સતત ફેરફારોથી નેચરને થઈ રહેલા પ્રોબલેમ્સ સાથે લડવા સાથે મળી કામ કરવાની જરૂર છે. વિવિધ પ્રકારના પ્રદુષણોને કારણે વિશ્વામાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે તો ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ પણ ચુકી છે. સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ એક મોટો યક્ષ પ્રશ્ન બનતો જઈ રહ્યો છે. જેના કારણે વિશ્વામાં વર્ષના એક દિવસનને અર્થ અવર તરીકે જવાબદારી પૂર્વક યોજવાનું આયોજન કર્યું છે. પોતાની જવાબદારી સમજી લોકો આ એક કલાક માટે ઘરની વીજળી બંધ કરી દે તેવી અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રેત માફિયાઓ પર અમરેલીમાં મોટી કાર્યવાહીઃ JCB, ટ્રેક્ટર સહિત મોટો મુદ્દામાલ જપ્ત
આજે રાત્રે 8.30થી 9.30 દરમિયાન પોતાના ઘરની કે ઓફીસની વીજળી બંધ કરી પૃથ્વીને બચાવવામાં સહભાગી થવું તે પણ આપણી એટલી જ નૈતિક ફરજમાં આવે છે. આ એક સ્વૈચ્છિક આયોજન છે તેના માટે ફરજિયાત કે બળજબરી જેવું કશું જ નથી. માર્ચ મહિનાના છેલ્લા શનિવારે આ ઉજવાય છે. જેના સમય અનુસાર રાત્રે 8.30 કલાકેથી 190થી વધુ દેશોમાં લાખો લોકો આ ઈવેન્ટમાં ભાગ લેશે તેવી આશાઓ સાથે એક કલાક માટે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકર્ણો બંધ કરવામાં આવશે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે મંત્રી ભીખુસિંહ પરમારે કરી ખેડૂતો સાથે મુલાકાત
કવી રીતે શરૂઆત થઈ અર્થ અવરની?
આ અર્થ અવરને લાઈટ્સ ઓફ તરીકે પણ જાણવામાં આવે છે. આ દિવસે લોકો ઈલેક્ટ્રોનિક ઉપકર્ણો બંધ કરી પ્રકૃતિ સાથે પોતાના પુનઃ જોડાણનનો અનુભવ કરવા લોકોને પ્રોત્સાહિત કરે છે. ઘણા દેશોમાં સરકારો પણ અને ખાનગી કંપનીઓ પણ બિન જરૂરી ઉકર્ણોને બંધ કરીને આ અર્થ અવરમાં સહભાગી બને છે. તેનો સૌ પ્રથમ ખ્યાલ 2007માં ઉદ્ભવ્યો હતો. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ સિડની અને તેના ભાગીદારોએ આબોહવામાં પરિવર્તન મામલે જાગૃતિ લાવવા ઓસ્ટ્રેલિયામાં પ્રતિકાત્મક લાઈટ આઉટની શરૂઆત કરી હતી. સિડનીમાં 31 માર્ચ 2007માં સ્થાનીક ટાઈમ પ્રમાણે 7.30 કલાકે ઉદ્ગાટન સમારોહ યોજાયો હતો જ્યાં લોકોએ એક કલાક માટે પોતાના ઈલેક્ટ્રોનિક ઉપકર્ણોને બંધ કરી દીધા હતા. તે પછી 29 માર્ચ 2008માં તેની ફરી ઉજવણી કરાઈ જેમાં લાખો લોકો જોડાયા અને પછી તેને ધીમે ધીમે મોટો પ્રતિસાદ મળ્યો છે.ૉ
… પણ તેની અસર શું થાય?
લગભગ વિશ્વમાં એકાદ કલાક માટે લાઈટ્સ બંધ થાય તો વાર્ષિક ઉત્સર્જન પર પણ થોડી અસર પડે છે. એક્તા સાથે જો આ બધે જ ઉજવાય તો લાઈટ્સ પેદા કરવા માટે થતા નૈસર્ગિક ઉપયોગને પણ એટલી જ અસર થાય છે. તેના માટે ઘણા સેલિબ્રિટીઝ અને જાણીતા પર્યાવરણવિદોએ પણ લોકોનો ટેકો મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે.
ADVERTISEMENT