સંજય શર્મા.નવી દિલ્હીઃ ચારા કૌભાંડ કેસમાં દોષિત લાલુ પ્રસાદ યાદવની જામીન પર મુક્તિ રદ કરવાની માંગ કરતી CBIની અરજી પર નોટિસ જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ ગુનામાં દોષિત ઠરેલા લાલુ પ્રસાદ યાદવને નોટિસ ફટકારી છે.
ADVERTISEMENT
Corona Update: રાજ્યમાં કોરોના વધારી રહ્યો છે ચિંતા, રિકવરી રેટ 99 ટકા નજીક
CBIએ કરી અરજી
સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અરજીને મૂળ અરજી સાથે જોડી દીધી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને આપવામાં આવેલા જામીન રદ કરવાની વિનંતી કરી છે. સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટના જામીનના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઝારખંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં લાલુને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત ચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ગર્ભવતી મહિલા અને બે બાળકોની હત્યાના દોષિતને આવી રીતે મળી ફાંસીમાંથી મુક્તીઃ ઘટના સમયે નાબાલિક
ચારા કૌભાંડનો સૌથી મોટો કેસ ડોરાન્ડા ટ્રેઝરી કેસ હતો
ચારા કૌભાંડનો સૌથી મોટો કેસ ડોરાન્ડા ટ્રેઝરી કેસ હતો. ચારા કૌભાંડમાં લાલુ યાદવને મુખ્ય કાવતરાખોર ગણાવતા સીબીઆઈએ કહ્યું હતું કે જ્યારે લાલુ યાદવ નાણામંત્રી, મુખ્યમંત્રી હતા ત્યારે આ બધું તેમના નાક નીચે થયું હતું, એટલે કે આ બધું તેમની જાણમાં હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT