નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ એશિયાઈ દેશ જાપાનમાં ભૂકંપ આવ્યો છે. હોક્કાઇડો ટાપુ ભૂકંપથી હચમચી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ત્યાં મંગળવારે બપોરે 14:48 વાગ્યે 6.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેના કારણે લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા.
ADVERTISEMENT
ફાર્મા સેક્ટર પર કડક કાર્યવાહી: 203 કંપનીઓની તપાસ બાદ 18 લાયસન્સ રદ્દ
એવો વિસ્તાર જ્યાં આખું વર્ષ ભૂકંપ આવે
આપને જણાવીએ કે હોક્કાઇડો જાપાનનો બીજો સૌથી મોટો ટાપુ છે, અહીં લાખો લોકો વસે છે. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ એવો વિસ્તાર છે જ્યાં આખું વર્ષ ભૂકંપ આવે છે, જોકે આ ભૂકંપ જીવલેણ સાબિત થાય છે જ્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા વધુ હોય છે. હોક્કાઇડોની એક ખાસ વાત એ છે કે અહીં ખૂબ જ ઠંડી પડે છે. આ દિવસોમાં પણ અહીં બરફીલા વાતાવરણ છે અને પહાડોમાં ઝાકળ દેખાય છે. Data.jma.go.jp ના અહેવાલ મુજબ, મંગળવારે સાંજે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઓમોરી પ્રીફેક્ચરના પૂર્વ કિનારે હતું. આ પહેલા મંગળવારે સવારે પશ્ચિમ શિઝુઓકા પ્રીફેક્ચરમાં પણ ભૂકંપ આવ્યો હતો, તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં કોરોનાના વધુ 316 કેસ નોંધાયા, અમદાવાદમાં 109 દર્દી: Corona Updates
આ વિસ્તારમાં વધુ ભૂકંપ આવે છે
ગત મહિને પણ હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ભારે નુકસાન થયું હતું. પહાડ ધસી પડતાં હાઇવેને ખૂબ જ નુકસાન થયું હતું અને ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી. જો કે, આજે (મંગળવાર, 28 માર્ચ બપોરે) આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT