રાહુલની ફીફ્ટીએ અપાવી ધમાકેદાર જીત, ટેસ્ટ પછી વનડેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં ટોસ હારીને બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાઈ ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી. ઝડપી બોલર મહોમ્મદ સિરાઝ અને…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં ટોસ હારીને બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાઈ ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી. ઝડપી બોલર મહોમ્મદ સિરાઝ અને મહોમ્મદ શમીએ 3-3 વિકેટ હાંસલ કરી છે. તે પછી ભારતીય ટીમે 39.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવતા મેચ જીતી લીધી છે.

India Today કોન્ક્લેવ 2023: વિપક્ષની અદાણી મામલે JPCની માગ અંગે અમિત શાહે આપ્યો જવાબ

એક તબક્કે ગુમાવી હતી 4 વિકેટ
ભારતીય ટીમે એક સમયે 39 રન પર 4 વિકેટ ગુમાવી દિધી હતી. જોકે ભારતીય ઓપનર કેએલ રાહુલે 91 બોલમાં 75 રનની મેચ વિનિંગ નાબાદ મેચ રમીને જીત અપાવી હતી. જાડેજાએ 69 બોલમાં 45 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રાહુલ અને જાડેજાએ છઠ્ઠા વિકેટ માટે 123 બોલમાં 108 રનોની પાર્ટનરશિપ કરી છે.

આ પહેલા ભારતીય ટીમને પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયાને 4 ટેસ્ટ સીરીઝમાં 2-1થી હરાવ્યા હતા. હવે વનડે સીરીઝના પહેલા મેચમાં જોરદાર હાર આપી હતી.

    follow whatsapp