પોરબંદરઃ પોરબંદરમાં ત્રણ મીલ પાસે એક ખાનગી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે બીજી બાજુ કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ તરફ બસ પણ રોડ પરથી ઉતરીને ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
ADVERTISEMENT
નવસારીમાં ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઘાયલ મહિલાનું મોતઃ 4 આરોપીઓની ધરપકડ
અકસ્માત પછી લોકોના ટોળા-ટ્રાફિક જામ
પોરબંદરમાં અવરનાવાર ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે. અકસ્માતોમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે આવી જ રીતે વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. અકસ્માતને કારણે કારને ઘણું નુકસાન થવા પામ્યું હતું. કારનું તો જાણે સાવ પડીકું જ વળી ગયું હોય તેવી સ્થિતિ હતી. આ તરફ બસ પણ ઝાડીઓમાં જતી રહી હતી. બસ અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતને કારણે અહીં ટ્રાફીક જામની સ્થિતિ ઊભી થઈ હતી. હવે આ મામલામાં પોલીસે મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. પોસ્ટ મોર્ટમ સાથે જ પોલીસે આ ઘટનામાં વધુ કાર્યવાહીઓ હાથ ધરી છે.
(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT