સંજય શર્મા.નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ જૈનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે જો સત્યેન્દ્ર જૈનને જામીન આપવામાં આવે છે તો કેસના સાક્ષીઓના જીવને ખતરો હોઈ શકે છે. સત્યેન્દ્ર જૈન એક પ્રભાવશાળી અને રાજકીય રીતે જાણીતા વ્યક્તિ છે. તેઓ મોટા રાજકીય પદ પર રહ્યા છે.
ADVERTISEMENT
પાકિસ્તાની તબીબે કહ્યું ‘સાજા નહીં થાઓ’ તે મહિલાને સુરતના ડોકટરે ઈલાજ કર્યો
જેલમાં જૈનને બહારનું ભોજન મળતું હતુંઃ ED વકીલ
કોર્ટમાં EDના વકીલે કહ્યું કે જૈને પહેલા જામીન માટે ટ્રિપલ ટેસ્ટ પાસ કરવી પડશે. EDએ જેલમાં સત્યેન્દ્ર જૈનના વર્તન વિશે પણ કોર્ટને જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા હતા. તેઓ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી રહ્યા હતા અને પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. જેલમાં પણ જૈનને બહારનું ભોજન મળતું હતું. EDએ કહ્યું કે વૈભવ જૈન અને અંકુશ જૈને સત્યેન્દ્ર જૈનને મદદ કરી હતી. તેથી તે બંને તેમના ગુના માટે જવાબદાર છે. EDએ કહ્યું કે સુશીલ કુમાર જૈન અને જગદીશ મોથાએ બેક ડેટેડ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. વૈભવ જૈને પણ પોતાના નિવેદનમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં સત્યેન્દ્ર જૈનના જામીન પર સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનના વકીલ EDની દલીલ પર પોતાનું વલણ રજૂ કરશે.
MLA Cricket LEAGUE માં પ્રથમ મેચમાં બનાસે મારી બાજી, જુઓ વિશ્વામિત્રીની ટપોટપ વિકેટો ખેરવી
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT